ETV Bharat / city

આગામી એક વર્ષમાં રાજકોટ એઇમ્સ સંપૂર્ણ થશે કાર્યરત: મનસુખ માંડવીયા - મનસુખ માંડવિયાએ પત્રકાર પરિષદ યોજી

કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા (Mansukh Mandvia visiting Rajkot today) આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન કેન્દ્રિય બજેટ (Central budget 2022) તેમજ એઇમ્સ અંગે માહિતી આપી હતી.

આગામી એક વર્ષમાં રાજકોટ એઇમ્સ સંપૂર્ણ થશે કાર્યરત: મનસુખ માંડવીયા

author img

By

Published : Feb 13, 2022, 2:14 PM IST

રાજકોટ: કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા (Mansukh Mandvia visiting Rajkot today) આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. સવારે 10 વાગ્યાએ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને (Mansukh Mandvia held a press conference) સંબોધન કર્યું હતુ. જેમાં તેમણે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કેન્દ્રિય બજેટ (Central budget 2022) અંગે વિશેષ માહિતી આપી હતી. આ સાથે જ તેમને દેશમાં કોરોનાની ત્રીજી લહેર સહિતના મુદ્દે પોતાનું નિવેદન આપ્યું હતું.

આગામી એક વર્ષમાં રાજકોટ એઇમ્સ સંપૂર્ણ થશે કાર્યરત: મનસુખ માંડવીયા

આ પણ વાંચો: VGGS Pharma Summit 2021: રોકાણ માટે શ્રેષ્ઠ દેશ એટલે ભારત, દેશના વિકાસ માટે તંદુરસ્તી જરૂરીઃ મનસુખ માંડવિયા

95 ટકાથી વધુ લોકોને અપાયો પ્રથમ ડોઝ

મનસુખ માંડવીયાએ દેશમાં હવે ત્રીજી લહેર પૂર્ણ થવાના આરે છે તે અંગે જણાવ્યું હતું. દેશમાં 95 ટકાથી વધુ નાગરિકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. જ્યારે બીજો ડોઝ 70 ટકાથી વધુ લોકોને આપવામાં આવ્યો છે. હજુ પણ દેશમાં વેક્સિનેશન ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. આ વેક્સિનેશના કારણે આપણે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી શક્યા છીએ. જ્યારે કોરોનાની ત્રીજી લહેર દરમિયાન દર્દીઓમાં ખૂબ જ માઈલ્ડ લક્ષણ જોવા મળ્યા છે.

આ પણ વાંચો: NEET PG Counseling Date: મનસુખ માંડવિયાએ NEET PG કાઉન્સેલિંગની જાહેર કરી તારીખ

રાજકોટમાં આગામી એક વર્ષ દરમિયાન એઇમ્સ સંપૂર્ણ કાર્યરત થશે

મનસુખ માંડવીયાએ રાજકોટના પરાપીપળીયા ખાતે નિર્માણ પામી રહેલ એઇમ્સ અંગે જણાવ્યું હતું કે, આગામી એક વર્ષ દરમિયાન રાજકોટ એઇમ્સ ફૂલ ફેઝમાં શરૂ થઈ જશે. હાલમાં તેનું કામ શરૂ છે. તેમજ દિલ્હીમાં જે રીતે એઇમ્સ કાર્યરત છે તે પ્રમાણે જ રાજકોટમાં એઇમ્સ કાર્યરત કરવામાં આવશે. જ્યારે હાલ આ સંપૂર્ણ પ્રોજેકટ મારી દેખરેખ હેઠળ શરૂ છે. તેમજ રાજકોટ એઇમ્સની આજે મારી પ્રથમ મુલાકાત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.