રાજકોટ : શરાફી મંડળી કૌભાંડામાં ચેરમેન સહિત 3 ઝડપાયા - vice chairman
રાજકોટ : શહેરનાં ઢેબર રોડ પરના શ્રીમદ ભવન ખાતે આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીનાં સંચાલકો દ્વારા કરોડોની છેતરપીંડી કરાઈ હોવાની એક ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદમાં ચેરમેન ,વાઈસ ચેરમેન અને મેનેજર 4200 રોકાણકારોનાં રૂપિયા 60 કરોડ લઇને ફરાર થયાનું જણાવાયું હતું. આ મામલાની તપાસ દરમિયાન શનિવારના રોજ ભક્તિનગર પોલીસે વાઈસ ચેરમેન ગોપાલ રૈયાણી તથા મેનેજર વિપુલ વસોયાની ધરપકડ કરી લીધી છે. સૂત્રધાર ચેરમેન સંજય દુધાત્રાને પણ પોલીસે ઝડપી લીધો છે.
- શરાફી મંડળીનાં કરોડોના કૌભાંડી મેનેજર-વાઈસ ચેરમેન ઝડપાયા
- ચેરમેનને પણ પોલીસે ઝડપી લીધો
- 4200 રોકાણકારોનાં રૂપિયા 60 કરોડ પડાવ્યાનો આક્ષેપ
રાજકોટ : શહેરના ઢેબર રોડ પરના શ્રીમદ ભવન ખાતે આવેલી રામેશ્વર શરાફી સહકારી મંડળીનાં સંચાલકો દ્વારા કરોડોની છેતરપીંડી કરવામાં આવી હોવાની એક ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદમાં ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજર 4200 રોકાણકારોનાં રૂપિયા 60 કરોડ લઇને ફરાર થયાનું હોવાનું જણાવાયું હતું. આ મામલાની તપાસ દરમિયાન શનિવારે ભક્તિનગર પોલીસે વાઈસ ચેરમેન ગોપાલ રૈયાણી તથા મેનેજર વિપુલ વસોયાની ધરપકડ કરી લીધી છે. જોકે, સૂત્રધાર ચેરમેન સંજય દુધાત્રાને પોલીસ ઝડપી લીધો છે.
રામેશ્વર શરાફી સહકારી મંડળીનાં 17 થાપણદારોએ 3.11 કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી
આ અંગે પોલીસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ, રામેશ્વર શરાફી સહકારી મંડળીનાં 17 થાપણદારોએ 3.11 કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં મંડળીનાં ચેરમેન સંજય દુધાત્રા, વાઈસ-ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ વસોયા કરોડો ઉઘરાવી ફરાર થઈ ગયાનું પણ જણાવ્યું હતું. મંડળીમાં 4200 રોકાણકારોના રૂપિયા 60 કરોડ રોકાયેલા હતા. જેને લઈને ભોગ બનનારા લોકોને મંડળી દ્વારા આપવામાં આવેલ રિસિપ્ટ લઈ પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી હતી.
લોકડાઉન દરમિયાન જ મંડળી આર્થિક કટોકટીમાં મૂકાઇ હતી
પોલીસના જણાવ્યા મુજબ, લોકડાઉન દરમિયાન જ મંડળી આર્થિક કટોકટીમાં મૂકાઇ ગઇ હતી. જેથી સભાસદોને સમયસર નાણા ન ચૂકવી શકતા ધીમે ધીમે આ વાત એક બાદ એક સભાસદ સુધી પહોંચતાં લોકો સહકારી મંડળીની ઓફિસે પહોંચી ગયા હતા. તેમજ ઉઘરાણીને લઈ હોબાળો કરાયો હતો. ત્યારે મામલો તંગ બનતા પોલીસે દોડી જઈ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જેને પગલે મંડળી રાતોરાત બંધ કરવા કાવતરું ઘડવામાં આવ્યું હોય તેમ જણાઇ રહ્યું છે.