- રાજકોટના ઉદ્યોગોનો કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો
- રાજકોટના 80 ટકા મજૂરો વતન પરત ફર્યા પણ પાછા નથી ફર્યા
- રાજકોટમાં ઉદ્યોગોમાં મેનપાવરની સર્જાઈ રહી છે અછત
રાજકોટઃ રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણને કાબૂમાં લાવવા 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ રાજકોટના ઉદ્યોગકારોને તો 50 ટકા સ્ટાફ પણ નથી મળી રહ્યો. રાજકોટમાં 80 ટકા મજૂરો પોતાના વતન પરત ફરી ગયા છે, જે હજી સુધી પરત નથી આવ્યા.
આ પણ વાંચો- રણમાં વાવાઝોડાથી અગરીયાઓને લાખોનું નુકસાન
20 ટકા મજૂરો તથા સંચાલકો સાથે રાજકોટના ઉદ્યોગો ચાલી રહ્યા હોવાથી ઉત્પાદનમાં પણ મોટો ફટકો પડ્યો
રાજકોટમાં ઈન્ડસ્ટ્રીઝમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય મજૂરો કામ કરતા હોય છે, પરંતુ કોરોના મહામારીના કારણે 80 ટકા જેટલા મજૂરો તેમના વતન જતા રહ્યા હોવાથી મોટા ભાગના ઉદ્યોગોમાં મેન પાવરની અછત વર્તાઈ રહી છે. આથી માત્ર 20 ટકા મજૂરો તથા સંચાલકો સાથે રાજકોટ ઈન્ડસ્ટ્રીઝ ચાલી રહી હોવાથી ઉત્પાદનમાં પણ મોટો ફટકો પડ્યો છે અને વેપારી અને ઉદ્યોગોમાં ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
આ પણ વાંચો- AMTS BRTSને કરોડોનું નુકસાન, શહેરીજનો કાગડોળે જોઇ રહ્યાં છે બસ શરુ થવાની રાહ
ઉત્પાદનની અછત હોવાથી નિકાસમાં 60 ટકા ઘટાડો થયો
કોરોના કાળમાં સમગ્ર દેશમાં જે કાળો કહેર વતણાવ્યો હતો. તેની અ,ર સીધી રાજકોટના ઉદ્યોગ પર પડી હતી. રાજકોટમાંથી દેશ-વિદેશમાં અનેક વસ્તુઓની નિકાસ પણ કરવામાં આવી રહી છે ત્યારે કોરોનાના કપરા કાળમાં તેમાં પણ મેનપાવર અને ઉત્પાદનની અછત હોવાથી નિકાસમાં 60 ટકા ઘટાડો થઈ જતાં કરોડો રૂપિયાનો નુકસાની જોવા મળી રહી છે.