રાજકોટઃ હવામાનની આગાહી મુજબ (Meteorological Department Rain Forecast) શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્ર પંથકમાં ગઈકાલની રાતથી જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે.
હવામાન વિભાગની આગાહી- હવામાન વિભાગે (Meteorological Department Rain Forecast) 10 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. તેવામાં સૌરાષ્ટ્ર પંથકના અનેક વિસ્તારોની અંદર ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા વિસ્તારમાં પણ ગઈકાલે રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો છે.
આ પણ વાંચો- લીલીછમ હરિયાળી અને પહાડોથી ઘેરાયેલો ડેમ ઓવરફ્લો થતા વાતાવરણ પર લોકો આફરીન
રાજકોટના ડેમમાં પડેલો વરસાદની સ્થિતિ - અહીં વેણુ 2 ડેમમાં (New water inflow in Rajkot dam) અત્યાર સુધી 100 મીમી, મોજ ડેમમાં 30 મીમી, ફોફળ 1 ડેમમાં 8 મીમી અને સોડવદરમાં 20 મીમી વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો- આ શહેરમાં દેખાયું મેઘધનુષ પછી લોકોએ શું કર્યું, જૂઓ
રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં પડેલ વરસાદની સ્થિતિ - અહીં ઉપલેટામાં 38 મીમી, જામકંડોરણામાં - 10 મીમી, કોટડા સાંગાણીમાં 16 મીમી, ગોંડલમાં 20 મીમી, જેતપુરમાં 13 મીમી, જસદણમાં 6 મીમી, લોધિકામાં 12 મીમી, રાજકોટ શહેરમાં 2 મીમી વરસાદ પડ્યો છે.
વહેલી સવારથી વરસાદની ગતિ વધી - જિલ્લાના ઉપલેટા તેમ જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર રાતથી જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. જ્યારે આજે વહેલી સવારે 6.30 વાગ્યાથી વરસાદની ગતિ વધી હતી અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તેના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી.
સ્થાનિકો, વેપારીઓ અટવાયા - ભારે વરસાદના કારણે સ્થાનિકો, વેપારીઓ સહિત અનેક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તો સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લા વિસ્તારની અંદર રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
ગરમીમાંથી મળી રાહત - રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ પડતાં રોડરસ્તા પાણીપાણી થઈ ગયા છે. ત્યારે લોકોએ પણ ગરમીમાંથી રાહત અનુભવી છે. બીજી તરફ ખેતરમાં કરેલા વાવેતર બાદ વાવણી કરેલ પાક ઉપર વરસાદી પાણીનું આગમન થયું છે. આના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.