- ફી બાકી હોવાથી વિદ્યાર્થીનીના ઘરે લિવિંગ સર્ટીફીકેટ મોકલી દીધા
- ઘરે લિવિંગ સર્ટિફિકેટ પહોંચતા વિદ્યાર્થિની સહિત પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા
- સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા દ્વારા બેઠક કરવામાં આવી
રાજકોટ: મોદી સ્કૂલ દ્વારા એક વિદ્યાર્થીનીને થોડા દિવસો પહેલા ફી બાકી હોવાથી ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના ઘરે લિવિંગ સર્ટીફીકેટ મોકલી દીધા હોવાનો બનાવ સામે આવ્યો હતો. મણવર માહી નામની વિદ્યાર્થીનીના વાલીએ 8,483 જેટલી બાકી ફી નહીં ભરતા મોદી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીનીના ઘરે લિવિંગ સર્ટિફિકેટ પહોંચાડી દીધા હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે અચાનક જ વિદ્યાર્થિનીના ઘરે લિવિંગ સર્ટિફિકેટ પહોંચતા વિદ્યાર્થિની સહિત પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટ ખાનગી શાળા દાદાગીરી, 2500 રૂપિયા ફી બાકી હોવાને લીધે નોટિસ ફટકારી
મોદી સ્કૂલ દ્વારા માહી મણવર નામની વિદ્યાર્થીને ફરી પાછી સ્કૂલમાં પ્રવેશ
સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા દ્વારા મોદી સ્કૂલ પ્રિન્સીપાલ તેમજ અને વાલીઓ વચ્ચે બેઠક કરવામાં આવી હતી. જે બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મધ્યસ્થી કરતાં સમાધાન લાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોદી સ્કૂલ દ્વારા માહી મણવર નામની વિદ્યાર્થીને ફરી પાછી સ્કૂલમાં પ્રવેશ આપવાની વાતને માન્ય રાખવામાં આવી હતી.
આ પણ વાંચો: વડોદરાની ખાનગી શાળાએ વિદ્યાર્થીઓની ફી બાકી હોવાથી હોલ ટીકીટ ન આપી, કોંગ્રેસે કર્યો વિરોધ
રાજકોટ શહેરમાં 20 જેટલી શાળાને નોટિસ ફટકારવામાં આવી છે
કોરોના કાળમાં રાજ્ય સરકાર દ્વારા જે ફી નકી કરવામાં આવી છે તેજ ઉઘરાવી શકશે બીજી તરફ રાજકોટ શહેરમાં 20 જેટલી શાળા દ્વારા ફી વધારો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારી ને મળી હતી. જે મામલે તપાસ કરતા ચાર જેટલી સ્કૂલમાં ફી વધારો કરતા નોટિસ આપવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરની રોઝરી સ્કૂલ, મોદી સ્કૂલ, રાધિકા સ્કૂલ અને રાજકોટ પબ્લિક સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે.