ETV Bharat / city

રાજકોટ જિલ્લાના બંધ પડેલ ઓનલાઈન સુવિધા શરૂ કરવા વિપક્ષ નેતાનો CM રૂપાણીને પત્ર

રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા દ્વારા ઈ–ગ્રામ વિશ્વગ્રામ યોજના અંર્તગત રાજકોટ જિલ્લાના ૬૦૦ પૈકી ૩૯૯ ગામોમાં બંધ પડેલ ઓનલાઈન સુવિધા તાત્કાલીક શરૂ કરવા રજુઆત કરવામાં આવી છે.

Rajkot
Rajkot
author img

By

Published : Dec 19, 2020, 11:37 AM IST

  • જિલ્લામાં ૧૧ તાલુકાના અંદાજે ૬૦૦ ગામડાઓ ઈ-ગ્રામ યોજના હેઠળ જોડાયેલા છે
  • અંદાજે ૩૯૯ જેટલા ગામડાઓમાં ઈ-ગ્રામની સુવિધા બંધ હાલતમાં
  • કનેકટીવીટી લો હોવાથી ઓનલાઈન કામગીરીની મહત્વની સાઈટો ખુલતી નથી
  • વિરોધપક્ષના નેતા ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજા દ્વારા સીએમ રૂપાણીને પત્ર લખી માંગ કરી

    રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજા દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી માંગ કરવામાં આવી હતી કે રાજકોટ જિલ્લા ઈ–ગ્રામ વિશ્વગ્રામ યોજના અંર્તગત એરટેલ કંપનીને ઈન્ટરનેટ માટે ઈ-ગ્રામ શરૂ થયાથી (સને.૨૦૦૭) વી.સેટનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત કક્ષાએ શરૂ કરવામાં આવેલી ઈ-ગ્રામ સુવિધાઓમાં કનેકટીવીટીના મોટા પ્રશ્નો ઉભા થયા છે, સાધનો વરસો જુના છે કંપનીને ફરીયાદ કરવા છતાં સમયસર રીપ્લેસ કરી આપવામાં આવતા નથી.

    કનેકટીવીટી ન મળવાથી ઓનલાઈન કામગીરી બંધ

ગ્રામ પંચાયતોમાં કામ કરતા વી.સીઓને અનેક મુશ્કેલીઓ પડે છે. કનેકટીવીટીના પ્રશ્ન કરવામાં આવતી ફરીયાદોનો ઉકેલ આવતો નથી. ઈ–ગ્રામ યોજનાના પોર્ટલ ઓનલાઈન લોગીંગ કરવા માટે અંદાજે 5 M.B.P.Sની જરૂરીયાત સાથે ૦.૪૦ થી ૦.૫૦ ડાઉનલોડીગ સ્પીડ આપવામાં આવે છે, જેના કારણે અરજદારોને ગ્રામ પંચાયત કચેરીમાં ધકકા ખાઈ થાકી જાય છે અને સરકારની યોજનાથી વચીત રહે છે.

આ યોજના અંતર્ગત થાય છે મહત્વની કામગીરી

ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંર્તગત અંતરીયાળ ગામડાઓમાં સરકાર દ્વારા ૭-૧૨, જન્મમરણ નોંધના દાખલા, ઈ-ગ્રામ પોર્ટલ, ડીઝીટલ ગુજરાતમાં આવકનો દાખલો, વિધવાનું પ્રમાણપત્ર, સ્થાનીક રહીશનો દાખલો, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર તથા ડીઝીટલ સેવા સેતુમાં રેશનકાર્ડ, પી.એમ.કિશાન, આઈ ખેડુત પોર્ટલ, કૃષિ રાહત અને મગફળીના રજીસ્ટ્રેશન ઓનલાઈન કામગીરી ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ કરવામાં આવે છે.

જિલ્લામાં ૧૧ તાલુકાના અંદાજે ૬૦૦ ગામડાઓ ઈ-ગ્રામ યોજના હેઠળ જોડાયેલા છે

અંદાજે ૩૯૯ જેટલા ગામડાઓમાં ઈ-ગ્રામની સુવિધા બંધ હાલતમાં છે. ગ્રામ પંચાયતમાં ઉભી કરવામાં આવેલી સુવિધામાં જે સુવિધા લાંબા સમયથી રીપ્લેસ કરવાની થાય છે, તેમાં મોડમ, વાયસર, ફીડોન કેમેરા, એલ.એન.બી, રીફલેકટર જેવા મહત્વના સાધનો લાંબા સમયથી બદલવાની ફરીયાદ કરવામાં આવે છે જેનો કોઈ ઉકેલ આવતો નથી. ઈ-ગ્રામ યોજના હેઠળ સને.૨૦૧૨ માં ગ્રામ પંચાયતોને કોમ્યુટર ફાળવવામાં આવ્યા હતા, જે તમામ કોમ્યુટરની વોરંટી પુરી થઈ જતાં બંધ હાલતની સ્થિતિમાં છે. ન્યુ જનરેશનના કોમ્યુટર ફાળવવાની લાંબા સમયથી રજુઆત છે, જેનો આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, તો આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા અંતમાં માંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.