ETV Bharat / city

રાજકોટ મનપાની તમામ વિગતો હવે આંગળીના ટેરવે, “મેયર ડેશબોર્ડ”નો પ્રારંભ

author img

By

Published : Jun 21, 2021, 8:28 PM IST

રાજકોટ મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation)ના નવનિયુક્ત મેયર ડૉ.પ્રદિપ ડવ દ્વારા “મેયર ડેશબોર્ડ” (Mayor Dashboard) નો શુભારંભ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા (Corporation)ના આંતરિક વહીવટને વધુ સુદ્રઢ તેમજ પારદર્શી બનાવવા માટેનું એક અત્યંત મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. હવે મહાનગરપાલિકા (Corporation)ની તમામ વિગતો આંગળીના ટેરવે મળી રહેશે.

રાજકોટ મનપાની તમામ વિગતો હવે આંગળીના ટેરવે

“મેયર ડેશબોર્ડ”નો મેયરના હસ્તે શુભારંભ

મહાનગરપાલિકાની તમામ વિગતો હવે આંગળીના ટેરવે

આંતરિક વહીવટને વધુ સુદ્રઢ તેમજ પારદર્શી બનાવવા માટે એક મહત્વનું પગલું

રાજકોટઃ મહાનગરપાલિકા (Municipal Corporation)ના નવનિયુક્ત મેયર ડૉ.પ્રદિપ ડવ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના આંતરિક વહીવટને વધુ સુદ્રઢ તેમજ પારદર્શી બનાવવા માટેનું એક અત્યંત મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. જેમાં હાલના કોમ્પ્યુટર યુગમાં મહાનગરપાલિકા(Corporation)ની તમામ વિગતો આંગળીના ટેરવે મળી રહે તે માટે તેઓ દ્વારા મેયર ડેશબોર્ડ (Mayor Dashboard) બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને આજે સોમવારના ભિમ અગિયારસના રોજ મેયર ડૉ.પ્રદિપ ડવના હસ્તે “મેયર ડેશબોર્ડ” (Mayor Dashboard)નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

“મેયર ડેશબોર્ડ”નો મેયરના હસ્તે શુભારંભ
“મેયર ડેશબોર્ડ”નો મેયરના હસ્તે શુભારંભ

મેયર ડેશબોર્ડને કુલ ચાર વિભાગમાં વહેચવામાં આવ્યાં

  1. ટેક્સ કલેક્શનની વિગત
  2. જન્મ/મરણ તેમજ લગ્ન નોંધણી સર્ટિફિકેટની વિગત
  3. કોલ સેન્ટરમાં નોંધાયેલી ફરિયાદોની વિગત
  4. મહાનગરપાલિકાના બજેટની વિગત

ટેક્સ કલેક્શનની વિગત

  1. મહાનગરપાલિકાના આવકમાં મુખ્ય સ્ત્રોતમાં મકાનવેરો, પાણીવેરો, વ્યવસાયવેરો તેમજ વાહનવેરો મુખ્ય છે. ડેશબોર્ડમાં ઉપરોક્ત તમામ વિગતો એક જ ક્લિક પર મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી આજ દિન સુધીના કુલ કલેક્શનની વિગત તેમજ જે-તે દિવસના કલેકશનની વિગતોનો સમાવેશ થાય છે.
  2. મકાન વેરા/પાણી વેરામાં વોર્ડ વાઈઝ કલેકશનની વિગતો તેમજ ઓનલાઈન અને ઓફલાઈન કલેકશનની વિગતોનો સમાવેશ થાય છે.
  3. વ્યવસાય વેરામાં Profession Tax Enrollment Certificate (ધંધાર્થીઑ પાસેથી વસૂલવામાં આવતો વ્યવસાય વેરો) તેમજ Profession Tax Registration Certificate (નોકરીયાત વર્ગ પાસેથી વસૂલવામાં આવતો વ્યવસાય વેરા)નો સમાવેશ થાય છે.
  4. રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વેચાતા તમામ પ્રકારના નવા વાહનો (ટૂ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, કોમર્શયલ વાહનો વગેરે) પાસેથી ઉઘરાવવામાં આવતા વાહન વેરાની વિગતોનો સમાવેશ થાય છે.

જન્મ/મરણ/લગ્ન નોધણીના પ્રમાણ પત્રોની વિગત

મહાનગરપાલિકાની સૌથી વધુ લોક ઉપયોગી એવી જન્મ/મરણ/લગ્ન નોધણીના પ્રમાણપત્રો અંગેની સુવિધા ઉપરોક્ત ડેશબોર્ડમાં આવરી લેવામાં આવી છે. લોકો દ્વારા ચાલુ વર્ષમાં કુલ ઈશ્યૂ કરવામાં આવેલા તેમજ જે-તે દિવસે ઈશ્યૂ કરવામાં આવેલા જન્મ/મરણ/લગ્ન નોધણીના પ્રમાણપત્રોની વિગતો સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે.

“મેયર ડેશબોર્ડ”નો મેયરના હસ્તે શુભારંભ
“મેયર ડેશબોર્ડ”નો મેયરના હસ્તે શુભારંભ

આ પણ વાંચોઃ રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ બેઠકમાં 53માંથી 51 દરખાસ્ત કરાઇ મંજૂર

મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદની વિગત

  • મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2008થી અમીન માર્ગ ખાતે 24 કલાક કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કોલ સેન્ટર (Call center) પર મહાનગરપાલિકાની કુલ 22 શાખાઓની 100 જુદી-જુદી સેવાઓ અંગેની ફરિયાદ નોધવામાં આવે છે. વર્ષ દરમિયાન આશરે કોલ સેન્ટર પર 2 લાખ ફરિયાદો નોધવામાં આવે છે.
  • આ આધુનિક કોલ સેન્ટરમાં નાગરિકો દ્વારા નોધાવવામાં આવેલી ફરિયાદને તેના વિસ્તાર તેમજ ફરિયાદની ટાઈપને આધારે આ ફરિયાદના નિવારણ માટે જે-તે જવાબદાર અધિકારી/કર્મચારીને ઓટોમેટિક SMS દ્વારા જાણ કરવામાં આવે છે. તેમજ આ ફરિયાદનું નિવારણ થયે ફરિયાદ કરનારને પણ SMS દ્વારા જાણ કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રકિયા સ્વયંસંચાલિત છે.
  • મેયર-ડેશબોર્ડ (Mayor Dashboard)માં કોઈપણ ફરિયાદની સ્થિતિ ફરિયાદ લખાવનારના મોબાઈલ નંબર અથવા ફરિયાદ નંબર પરથી જાણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈ ફરિયાદ લાંબા સમયથી વણઉકેલી હશે તો તેની વિગત પણ મેયર ડેશબોર્ડ પરથી તાત્કાલિક મળી શકશે. જેથી તેના નિવારણ માટે તેઓ યોગ્ય સૂચન કરી શકશે. આ ઉપરાંત જુદી-જુદી શાખાઓ દ્વારા નોધવામાં આવેલી ફરિયાદ, સોલ થયેલી ફરિયાદ તેમજ પેન્ડીંગ ફરિયાદની વિગતો પણ ઓનલાઈન મળી શકશે.

આ પણ વાંચોઃ રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂપિયા 2291.24 કરોડનું બજેટ મંજૂર

મહાનગરપાલિકાના બજેટની વિગત

મહાનગરપાલિકાની વિવિધ શાખાઓને ફાળવવામાં આવેલા બજેટ અને શાખાએ કરેલા ખર્ચની વિગતોનો ડેશબોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની શાખાઓને દર વર્ષે બજેટની ફાળવણી કરવામાં આવે છે અને તેની સામે શાખાએ કરેલા ખર્ચની વિગતો નોંધવામાં આવે છે. આ તમામ ખર્ચાઓને કેપિટલ ખર્ચ અને રેવન્યુ ખર્ચ એમ અલગ-અલગ નોધવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાને કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવ્યાં છે. જેથી દરેક શાખા દ્વારા કરવામાં આવતા ખર્ચનું વિશ્લેષણ કરવામાં આવશે તેમજ દરેક ખર્ચની યોગ્યતા ચકાસી શકાશે.

મેયર ડેશબોર્ડ
મેયર ડેશબોર્ડ

સરકારની જુદી-જુદી યોજનાઓની વિગત

  1. આવકનું પ્રમાણપત્ર અને ડોમિસાઇલ સર્ટિફિકેટ
  2. શિક્ષણ અંગેની યોજનાઓ
  3. જાહેર આરોગ્ય અંગેની યોજનાઓ
  4. મહિલા અને બાળવિકાસની યોજનાઓ
  5. રેશનકાર્ડ અને NFSA દાવા અરજી
  6. મતદારયાદીને લગતી કામગીરી
  7. વિધવા સહાય/નિર્ધાર વૃદ્ધ/અનાથ બાળકો માટે
  8. આવાસ અંગે યોજના
  9. બક્ષીપંચ/SC/BCના દાખલા અંગે યોજનાઓ
  10. અનુસુચિત જાતિ/જનજાતિના દાખલાની માહિતી
  11. બિનઅનામતનું પ્રમાણપત્ર અને યોજનાઓ
  12. ઉદ્યોગ, રોજગાર અને કૌશલ્ય અંગેની યોજનાઓ
  13. દિવ્યાંગ વ્યક્તિઓ માટેની યોજનાઓ
  14. જાહેર વીમા અંગેની યોજના વિષે માહિતી
  15. ફરિયાદ ભૂગર્ભ/લાઈટ/વીજળી/ફરિયાદની માહિતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.