- રાજકોટમાં બનશે દેશની સૌપ્રથમ મૂવેબલ હોસ્પિટલ
- ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાશે હોસ્પિટલ
- પ્રારંભિક તબક્કે કુલ 100 બેડની વ્યવસ્થા રાખવામાં આવશે
રાજકોટ: દેશની સૌપ્રથમ મૂવેબલ હોસ્પિટલનું રાજકોટમાં નિર્માણ થવાનું છે. જ્યારે આ હોસ્પિટલ સંપૂર્ણ રીતે આધુનિક હશે. જેને રાજકોટ વહીવટી તંત્રની મદદ દ્વારા ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવનાર છે. આ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા રાખવામાં આવશે અને તેમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે ઓક્સિજન સપ્લાય થઈ શકે તે તમામ પ્રકારની વ્યવસ્થા હશે. ત્યારે આ સંપૂર્ણ હોસ્પિટલ માત્ર સાત દિવસમાં જ ઉભી થઈ શકશે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ આ અંગે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.
મૂવેબલ હોસ્પિટલ બનવાની છે કેવી હશે?
રાજકોટમાં મૂવેબલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. ત્યારે જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુએ જણાવ્યું હતું કે, આ મૂવેબલ હોસ્પિટલને ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન, દિલ્હી અને વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાવવામાં આવશે. જેને અમે જગ્યા, પાણી અને ઇલેક્ટ્રીક્સ સપ્લાય આપશું. જ્યારે આખું હોસ્પિટલમાં ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન તૈયાર કરશે. જેમાં 100 બેડની વ્યવસ્થા હશે. તેમજ આ હોસ્પિટલ સંપૂર્ણ એર કન્ડિશન અને ઓક્સિજન લાઇન પણ તેમાં ઇન્સ્ટોલ કરી શકાશે. આ પ્રકારની હોસ્પિટલ 7 દિવસમાં ઉભી થઇ શકશે. જ્યારે હાલ ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં આ હોસ્પિટલનું નિર્માણ થશે. જો આ હોસ્પિટલ સક્સેસ જશે તો તેને અન્ય જગ્યાએ પણ બનાવવામાં આવશે.
મૂવેબલ હોસ્પિટલ કેટલા રૂપિયામાં તૈયાર થશે?
કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, મૂવેબલ હોસ્પિટલ માટેના સ્થળનું નિરીક્ષણ પણ થઈ ગયું છે. આગામી સાતમ આઠમના તહેવાર બાદ તેના નિર્માણની કામગીરી શરૂ થઈ જશે. જ્યારે આ પ્રકારની હોસ્પિટલ બનાવવાનું અમારો અગાઉ પ્લાન હતો, પરંતુ કેટલાક ઇશ્યુના કારણે તે પેન્ડિંગ રહ્યું હતું. જ્યારે આવતા અઠવાડિયામાં તેની કામગીરી શરૂ થઈ જશે. જ્યારે આ હોસ્પિટલના ખર્ચની વાત કરીએ તો આ હોસ્પિટલમાં સંપૂર્ણ ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. જે ડોનેશનના આધારે તૈયાર થશે.
કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને બેડની સંખ્યા વધારી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કોરોનાની ત્રીજી લહેર ધ્યાનમાં રાખીને વિવિધ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. જેમાં PDU હોસ્પિટલમાં પણ સરકારની સૂચના પ્રમાણે બેડ વધારવામાં આવ્યા છે. જ્યારે હાલમાં અમે સમરસ હોસ્ટેલ, કેન્સર હોસ્પિટલમાં સહિત ખાનગી હોસ્પિટલ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પણ વધુમાં વધુ કોવિડ બેડ બની શકે તેવી વ્યવસ્થા ગોઠવીએ છીએ. જ્યારે આ હોસ્પિટલમાં ઓક્સિજન લાઇન્સ નાખવાની પણ કામગીરી તેજીથી ચાલી રહી છે. પદ્મકુંવરબા હોસ્પિટલ જે નોન કોવિડ છે ત્યાં પણ બેડ વધારવી કામગીરી કરવામાં આવશે. જ્યારે અમે ઈચ્છી રહ્યા છીએ કે, કોરોનાની ત્રીજી લહેર ન આવે. પરંતુ જો આવશે તો અમને તેનો સામનો કરવાની તૈયારીઓ કરી રહ્યા છીએ.