ઇશ્વરીયા મહાદેવની સ્થાપના અંગે કહેવાય છે કે, આ સ્થળ પર વર્ષો પહેલા એક ભરવાડ પોતાની ગાયો ચરાવવા આવતો હતો. એક ગાય પથ્થર પર દૂધ ચડાવતી હતી. આ જોઈને ભરવાડે દૂધનો વેડફાટ થઈ હોવાની વાત પર ભાર મુકી પથ્થર પર કુહાડો માર્યો. કુહાડો મારતા જ પથ્થરમાંથી લોહી વહેવા લાગ્યું. જે સમગ્ર ઘટનાની જાણ નજીકના ગ્રામજનોને થઈ હતી, ત્યારબાદ અહીં ગ્રામજનોએ જ ઇશ્વરીયા મહાદેવની સ્થાપના કરી.
પ્રકૃતિની વચ્ચે ઈશ્વરીયા મહાદેવના મંદિરની પાછળ નાનું તળાવ હોવાથી અહીં વિશાલ યોર્ક બનાવવામાં આવ્યો છે. રાજકોટવાસીઓ ઈશ્વરીયા મહાદેવના દર્શન બાદ ફેમિલી સાથે આજી ડેમની પણ મજા માણે છે. આમ, ઇશ્વરીયા મહાદેવ પ્રકૃતિનો ગોદમાં આવેલ હોવાના કારણે લોકો પણ રોજબરોજની ભાગદોડથી કાંટાળીને ઈશ્વરીયા મહાદેવના દર્શને આવે છે અને શાંતિ અનુભવે છે.
રાજકોટથી ભાવેશ સોંદરવાનો રિપોર્ટ ઈ ટીવી ભારત