રાજકોટઃ દેશમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે છેલ્લા 15 દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને આજે રાજકોટ ભારતીય કિસાન સંઘના નેતાઓ જિલ્લા કલેક્ટરને ઘોડા અને સાયકલ લઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.
કિસાન સંઘની માંગ છે કે દેશમાં સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. જ્યારે ખેડૂતોને મગફળી, કપાસ અને ડુંગળીના ભાવ મળતા નથી. જેથી ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેમજ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. સંઘે જણાવ્યું હતું કે, અમે સરકારને જિલ્લા કલેક્ટર મારફતે રજૂઆત કરવા આવ્યા છીએે .
ઉલ્લેખનીય છે કે, વિરોધ દરમિયાન કિસાન સંઘના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.