રાજકોટ: ખોડલધામ મંદિરમાં આજે શુક્રવારે પંચવર્ષીય પાટોત્સવનું (Khodal dham Patotsav 2022) આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીનું સંક્રમણ વધતા ખોડલધામ ખાતે વર્ચ્યુઅલી પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
નરેશ પટેલ સહિતના આગેવનો કાર્યક્રમમાં હજાર રહ્યા
કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ (Khodaldham Trust Chairman Naresh Patel) સહિતના આગેવનો કાર્યક્રમમાં હજાર રહ્યા હતા. તેમજ પૂર્વ કેબિનેટપ્રધાન જયેશ રાદડિયા અને ભાજપના નેતા ડો. ભરત બોધરા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નરેશ પટેલ દ્વારા ઓનલાઈન સમાજ જોગ સંદેશ પણ આપવામા આવ્યો હતો.
મંગળા આરતીમાં નરેશ પટેલ અને ખોડલધામના અન્ય ટ્રસ્ટીઓએ ભાગ લીધો
ખોડલધામ મંદિરના પંચવર્ષીય પાટોત્સવ કાર્યક્રમમાં વહેલી સવારના મંગળા આરતીમાં નરેશ પટેલ તેમજ ખોડલધામના અન્ય ટ્રસ્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
ઓનલાઈન કાર્યક્રમમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાયા
ખોડલધામમાં વહેલી સવારથી જ મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. તેમજ મંદિરના પટાંગણને રંગોળી અને મધ્યમ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગે નરેશ પટેલે મહાઆરતી કરી હતી. આ ઓનલાઈન કાર્યક્રમમાં (Millions of devotees joined online program) લાખો શ્રદ્ધાળુઓ રાજ્ય તેમજ દેશ અને વિદેશથી પણ જોડાયા હતા.
નરેશ પટેલના સંદેશ ઉપર સૌ કોઈની નજર હતી.
આજના કાર્યક્રમમાં નરેશ પટેલના સંદેશ ઉપર સૌ કોઈની નજર હતી. આ સંદેશમાં નરેશ પટેલ દ્વારા લેઉઆ પાટીદાર સમાજને એક થવાનો અને જો સમાજના આગેવાનો કહેશે તો રાજકારણમાં આવવાનો ઈશારો પણ કર્યો હતો.
10008 કરતા વધારે સ્થળે માતાજીની આરતીનું આયોજન કરાયું હતું
કોરોનાની ગાઈડલાઇન્સ પ્રમાણે સમગ્ર રાજ્ય તેમજ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિતના 10008 કરતા પણ વધારે સ્થળે માતાજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:
Khodaldham Patotsav 2022 : આજે શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવાશે
Naresh Patel to join Politics : સમાજ કહેશે તો રાજકારણમાં જોડાઈશ