રાજકોટ રાજકોટ ચૂંટણીને લઇને પ્રચાર પ્રસારની પણ કામગીરી શરૂ થઈ છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ ખાતે જેતપુર સહકારી સંઘ અને વિરપુર જૂથ સેવા સહકારી મંડળીની ખેડૂત શિબિર (jetpur sahkari sangh) યોજાય હતી. ત્યારે આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યના પૂર્વ કેબીનેટ પ્રધાન અને જેતપુર જામકંડોરણાના ભાજપ ધારાસભ્ય જયેશ રાદડીયાએ ખેડૂત શિબિરમાં પોતાના ભાષણ દરમિયાન આમ (khedut shibir in Virpur) આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે.
રાદડીયાના AAP પર પ્રહાર જયેશ રાદડીયાએ પ્રહાર કર્યા હતા કે, હમણાં નવા સાવેણા વાળા નીકળ્યાં છે. જે કોઈ પેલા ન હતા હવે એવા આવ્યા છે. લોભામણી સ્કીમ આપી રહ્યા છે, ત્યારે લોકોએ કોઈનો ભરોસો ના કરી લેવો કારણ કે પાંચ વર્ષ કોઈ દેખાતું નથી અને જયારે હાલ ચૂંટણીને બે મહિના બાકી છે. એટલે બધા નીકળી ગયા છે જેમાં આપ વાળા તો ગેરંટી કાર્ડ બાટે છે અને લલચામણી લોભામણી જાહેરાત લઈને આવે છે. હજુ સતામાં નથી ત્યાં ઉદ્યોગ પતિઓ પાસે ખંડણીઓ માગે છે, ત્યારે આવા લોકો આપણા વિસ્તારમાં સતા (Jetpur Cooperative Union) પર આવી જાય તો સુરક્ષા શું થાય તે પણ એક ચર્ચાનો વિષય છે.
મારી નીચે બેસવાની તૈયારી વીરપુર ખાતે યોજાયેલ આ કાર્યક્રમની અંદર જયેશ રાદડીયાએ વધુ કટાક્ષમાં જણાવ્યું હતું કે, દરેકે આવા લોકોને આપણે પ્રોત્સાહન આપવાનું નથી. જ્યારે મારાથી વિશેષ ધારાસભ્ય સૌ કોઈને મળે ત્યારે મને ના પાડી દેજો મારી નીચે બેસવાની તૈયારી છે. પરંતુ એવા લોકોની પાસે સત્તા ન જાય કે જેને આપણે ઓળખતા પણ નથી. જેની પાસે આપણી ગેરંટી નથી તેવું પોતાના (Jayesh Radadiya Attack AAP) ભાષણની અંદર જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈને નેતાઓ એકાબીજા પર પ્રહાર કરતા હોય છે. ત્યારે હવે જોવું રહ્યું કે જયેશ રાદડિયાનું ભાષણ કેટલું અસર કરે છે સ્થાનિક વિસ્તારમાં.