- સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેરથી લોકો ચિંતામાં
- કોરોનાને કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા સોની બજારને લાખોનું નુક્સાન
- હાઈકોર્ટે મિનિ લોકડાઉન રાખવા અંગે સૂચના આપતા પરિસ્થિતિ વધુ બગડશે
રાજકોટ: ગુજરાતમાં કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિને લઈને કોર કમિટીની બેઠક બાદ રાત્રિ કરફ્યૂની મુદ્દતમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટે પણ શનિ-રવિવારના રોજ મિનિ લોકડાઉન લાગુ કરવા માટે સૂચન આપ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં સોના-ચાંદી તેમજ ઘરેણા માટે પ્રખ્યાત રાજકોટના સોની બજારને લાખો રૂપિયાનું નુક્સાન થવાનો અંદાજ વેપારીઓ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો: એક્સપોર્ટ ગોલ્ડ સપ્લાય ફરીથી કાર્યરત, કોરોનાના કારણે સપ્લાય ખોરંભે ચડી
રાજકોટમાં બુધવારે દર કલાકે એક દર્દીનું મોત
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીના મોત નિપજ્યા છે. કોરોના પોઝિટિવ કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાત્રિ કરફ્યૂની મુદ્દતમાં વધારાની સાથે સાથે જો રાજ્યમાં મિનિ લોકડાઉન લાગુ કરવામાં આવે તો રાજકોટ સોનીબજારના વેપારીઓને લાખો રૂપિયાનું નુક્સાન વેઠવાનો સમય આવે તેમ છે.
આ પણ વાંચો: ભારે મંદી વચ્ચે પણ ઇસ્માઇલભાઈએ બટાકા વેચી 48 લાખનો કર્યો નફો
જાણો શું કહે છે વેપારી?
સોની બજારના વેપારી અરવિંદભાઈ પાટડીયાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હજુ તો સોનીબજાર એક વખત મંદીમાંથી બહાર જ આવ્યું છે અને જો રાજ્ય સરકાર દ્વારા ફરીથી લોકડાઉન લાદવામાં આવશે તો સોની બજારને લાખો રૂપિયાની નુક્સાની વેઠવી પડશે. કોરોનાને 1 વર્ષ પૂર્ણ થયે હજુ તો થોડા જ દિવસો થયા છે. ત્યારે વેપારીને ફરી વખત ભારે નુક્સાની ભોગવવી પડે તેમ છે.