- જેતપુર ST ડેપોના કુલ 54 રૂટમાંથી 22 રૂટ થયા કાર્યરત
- કોરોના સંક્રમણમાં ઘટાડો થતા વધારાના 5 રૂટ શરૂ કરાયા
- જેતપુર ST ડેપો દ્વારા 50 ટકા પ્રવાસીઓની ક્ષમતા સાથે દોડવાઈ રહી છે બસ સેવા
જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ કોરોનાના કેસ વધતા હોવાથી એસટી બસો બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ અત્યારે કોરોનાના કેસ ઘટતા અમુક રૂટ શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે જેતપુર એસટી ડેપોના કુલ 54માંથી 22 રૂટ કાર્યરત થયા છે.
વાવાઝોડાના કારણે રૂટ બંધ કરવા હવામાન વિભાગે આપી હતી સૂચના
તૌકતે વાવાઝોડાના કારણે પણ રાજકોટમાં ખૂબ નુકસાન પહોંચ્યું હતું. હવામાન વિભાગે પણ રાજકોટને સૂચના આપી હતી, જેના કારણે બસ સેવા બંધ હતી. એટલે જેતપુર એસટી ડેપોના 54 રૂપ બંધ કરવામાં આવ્યા હતા, જે ફરીથી શરૂ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો- ગીર સોમનાથઃ ઉના એસટી ડેપો દ્વારા ગ્રામ્ય રૂટ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં થઇ રાહત
જેતપુર એસટી ડેપોના વધુ 5 રૂટ કાર્યરત કરાયા
ETV ભારતની ટીમે જેતપુર ST ડેપોની મુલાકાત કરી હતી અને હાલની જેતપુર ST ડેપોની બસ સેવાઓ અંગે જેતપુર ST ડેપોના મેનેજર પી.યુ. મીર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જેતપુર ST ડેપો દ્વારા તૌકતે વાવાઝોડાના કારણે બંધ કરાયેલા ST બસના રૂટ ફરીથી શરૂ કરાયા છે. હાલ જેતપુર ST ડેપોના કુલ 54 રૂટમાંથી 17 રૂટ પર જ જેતપુર ST ડેપો દ્વારા બસની સેવાઓ આપવામાં આવતી હતી, જેમાં વધારો કરતા 5 રૂટ વધુ શરૂ કરવામાં આવ્યા છે. જેથી કુલ 54 માંથી 22 રૂટ પર બસ દોડાવવામાં આવી રહી છે.
જેતપુર ST ડેપોના મેનેજર પણ થયા હતા કોરોના સંક્રમિત
કોરોના મહામારીને કારણે જેતપુર ST ડેપોના કુલ 54 રૂટમાંથી ફક્ત 22 રૂટમાં ST બસની સેવાઓ ચાલુ છે. તેમ જ કોરોના મહામારીના કારણે આ ડેપોના કર્મચારીઓ પણ સરકારની ગાઈડલાઈન મુજબ ફરજ બજાવી રહ્યા છે. તે દરમિયાન પોતાની ફરજ બજવાતા ઘણા કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા, જેમાં જેતપુર ST ડેપોના મેનેજર પણ કોરોના સંક્રમિત થયા હતા. જોકે, હાલ તેઓ સ્વસ્થ છે અને પોતાની ફરજ બજાવી રહ્યા છે.