રાજકોટ: શહેરના જેતપુરમાં 2018માં સાડીના એક કારખાનાને(Sari factory in Jetpur) ક્લોઝર નોટિસ(Closure notice to Sari factory) ફટકારવામાં આવી હતી. તે કારખાનું ચાલુ હોવાની અરજી AAPના શહેર પ્રમુખે GPCBમાં(Gujarat Pollution Control Board) કરી તેના સમાધાન પેટે કારખાનેદાર પાસેથી 20 લાખની ખંડણી માગવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો: વાપીમાં GPCB એ ગત વર્ષે 55 કંપનીને ક્લોઝર, 119ને શૉકોઝ, 36ને નોટિસ ઓફ ડાયરેકશન ફટકાર્યું
સાડીના કારખાનાને ક્લોઝર નોટિસ ફટકારી દેવામાં આવી - જેતપુર શહેરના ચાંપરાજપુર રોડ(Champrajpur Road in Jetpur city) પર જય ગૌતમ ટેક્સટાઇલ નામના સાડીના કારખાનાને(Gautam Textile Saree Factory) વર્ષ 2018માં GPCB દ્વારા ક્લોઝર નોટિસ ફટકારી(GPCB issues closure notice) દેવામાં આવી હતી, કારખાનું બંધ જ હતું. છતાં ચાલુ હોવાની ફરિયાદ આમ આદમી પાર્ટી જેતપુર શહેરના પ્રમુખ ભાવેશ ગીણોયાએ GPCB તેમજ PGVCLમાં કરી હતી. જેથી કારખાનાના માલિક રમણીક બુટાણીએ ભાવેશને મળીને પોતાનું કારખાનું તો બંધ જ છે તો આવી ખોટી અરજી શું કામ કરો છો? તેમ પૂછતાં ભાવેશે એવો જવાબ આપ્યો હતો કે, અમારી પાર્ટીએ આખા શહેરના આવા બંધ કારખાનાઓ સામે આવી અરજી કરવાનું કહ્યું છે. તમારે આ બાબતે પતાવટ કરવી હોય તો હું પતાવી દઈશ અને તમારૂ કારખાનું પણ ફરી ચાલુ કરાવી દઈશ પણ આ માટે તમારે અમારા ઉપરના હોદ્દેદારો સાથે સમજવું પડશે અને તે માટે તમે ઈંદ્રિશને મળી લેજો તેવું જણાવેલ હતું.
આ પણ વાંચો: સુરતમાં પ્રદૂષણના નિયમોનો ભંગ કરનારી કંપનીઓને GPCBની ક્લોઝર નોટિસ
સમગ્ર બાબત રમણિક ઈંદ્રિશને મળતા તેણે પચાસ લાખ રૂપિયા આપવાની વાત કહી - આટલા રૂપિયા પોતાનાથી ન થાય તેવી દલીલો રમણીકે કર્યા બાદ ભાવેશએ ધમકી પણ આપી કે, હું રાજસ્થાનની જેલમાં(Jail of Rajasthan) હત્યા, અપહરણ ગુનામાં રહી આવ્યો છું. તું નહિ સમજ તો તારા પણ આવો જ હાલ થશે. જેમાં એક મહિનો જેટલો સમય વાટાઘાટો રૂબરૂ મુલાકાત અને ફોન કોલને અંતે 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. બીજી બાજુ કારખાનેદાર રમણીકનું કારખાનું ચાલુ જ ન હતું. જેથી પોતે સાચા હોવાથી તેઓએ આ બાબતે પોલીસમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ભાવેશ ગીણોયા અને ઈંદ્રિશ સામે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતમાં પોલીસે ડરાવી, ધાક ધમકી આપી તેમજ મારી નાખવાની ધમકી આપી, ખંડણી ઉઘરાવવા માટે એકબીજાની મદદગારી કરવા અંગેની IPC 384, 389, 506(2) અને 114 હેઠળ ગુનો નોંધી AAPના શહેર પ્રમુખ ભાવેશ ગીણોયાની ધરપકડ કરી હતી.