રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં 17 ઓગસ્ટ સાંજે 5 વાગ્યે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા Saurashtra biggest Lok Mela ને ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના CM Bhupendra Patel હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકમેળાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લોકમેળો શરૂ થયાના એક દિવસ અગાઉ લોકમેળાની તૈયારીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે જેમાં આકાશના આંબતા ચકડોળ અને વિવિધ રાઇડ્સનું આકર્ષણ જોવા મળી રહ્યું છે.
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આપી માહિતી કલેક્ટર અરુણ મહેશ બાબુએ Collector Arun Mahesh Babu જણાવ્યું કે મેળાનું નામ આઝાદીનો અમૃત લોકમેળો નક્કી કરાયું છે. જેમાં લોકોને સલામત, સસ્તું, સ્વચ્છ મનોરંજન મળે અને હાઈજેનિક ફૂડ મળે તે માટે તડામાર તૈયારીઓ Janmashtami Fair in Rajkot થઈ રહી છે.કોવિડ પરિસ્થિતિને કારણે છેલ્લા બે વર્ષના લાંબા સમયગાળા પછી જ્યારે આ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ લોકમેળાના ઉદઘાટન સમારંભમાં પ્રધાનો જિતુ વાઘાણી, રાઘવજી પટેલ, અરવિંદ રૈયાણી, બ્રિજેશ મેરજા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે તેવી પણ વિગતો સામે આવી છે.
18 લાખની વસ્તી ધરાવતા મહાનગરમાં આ એકમાત્ર લોકમેળો આ મેળામાં Janmashtami Fair in Rajkot પૂર્વાનુભવ મૂજબ સૌરાષ્ટ્રભરમાંથી પાંચ દિવસમાં 12થી 15 લાખ લોકો ઉમટતા હોય છે. આ અન્વયે રેસકોર્સ ફરતે અઢી કિ.મી.ના રિંગ રોડને 17થી 21 ઓગસ્ટ દરમિયાન વાહન વ્યવહાર માટે બંધ કરાશે. જેને અનુલક્ષીને રાજકોટ CP રાજુ ભાર્ગવે જાહેરનામું બહાર પાડી રેસકોર્સ ફરતેના રસ્તાઓને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે તેમજ વાહન વ્યવહાર માટે અમુક રસ્તાઓ બંધ કર્યા છે. આ જાહેરનામું 21 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. વાહન ક્યાં પાર્ક નહીં કરી શકાય અને કેટલા રસ્તા ખુલ્લા રહેશે, કેટલા બંધ રહેશે અને ફ્રી-પાર્કિંગ ક્યા ક્યા થઇ શકશે તેની વિગતો આ મુજબ છે.
આ પણ વાંચો ગરબા સંચાલકનો મહત્વનો નિર્ણય: ખેલૈયાઓ પર નહીં પડવા દે GSTનો બોજ
વાહન ક્યાં પાર્ક નહીં કરી શકાય રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ Racecourse Ring Road જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂની એન.સી.સી. ચોક, કિશાનપરા ચોક, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફૂલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોકને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રેસકોર્સ રિંગ રોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઇ જાહેર કરવામાં આવી છે. મેળો પૂર્ણ થાય ત્યાં સુધી રેસકોર્સ રિંગ રોડ ફરતે તમામ પ્રકારનાં વાહનોની સ્પીડ 10 કિમીથી વધુ ઝડપથી ચલાવવાનું રહેશે નહીં. જોકે પોલીસ હેડ ક્વાર્ટર સર્કલથી રૂડા બિલ્ડિંગ, કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક અને ફૂલછાબ ચોક તરફ જઇ શકાશે.
આ પણ વાંચો Rain in Rajkot : ડેમના દરવાજા ખોલતા આસપાસના ગામોને કરાયા એલર્ટ
રાજકોટમાં મેળાને કારણે ઘણા રસ્તાઓ પણ બંધ રહેશે જેમાં બહુમાળી ભવન સર્કલથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, પોલીસ હેડ ક્વાર્ટરથી જૂની એન.સી.સી. ચોક, આમ્રપાલી અંડરબ્રિજથી રેસકોર્સ રિંગ રોડ, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી બહુમાળી ભવન ચોક, બહુમાળી ભવન ચોકથી જિલ્લા પંચાયત ચોક, ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાટર્સ સર્કલ, જૂની એન.સી.સી. ચોકથી કિશાનપરા ચોક, ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી, IBની ઓફિસથી પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યના બંગલા સુધી, વિશ્વા ચોકથી જૂની એન.સી.સી. ચોક સુધીના રસ્તાઓ બંધ રહેશે.