- કોંગ્રેસના ઉર્વશીબા જાડેજા ફોર્મ પરત નહીં ખેંચે
- કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેચીં શકે છે તે વાત માત્ર અફવા
- વોડ નંબર 12માંથી ફરી એક વખત ઉર્વશી બા જાડેજાને આપવામાં આવી છે ટિકિટ
રાજકોટઃ મનપાની ચૂંટણીમાં હવે તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસના વધુ એક ઉમેદવાર ફોર્મ ખેંચી શકે છે તેવી અફવાએ જોર પકડયું હતું. વોડ નંબર 12માંથી ફરી વખત કોંગ્રેસના ઉર્વશી બા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. જેઓ ગત ટર્મમાં કોંગ્રેસની ટીકિટ પર ચુંટાઈને આવ્યાં હતા. જ્યારે તેમના પતિ અને પરિવારજનો પર તાજેતરમાં લેન્ડ ગ્રેમિંગ એકટ હેઠળ ગુનો નોંધાયો છે. જેને લઈને એવી ચર્ચાએ જોર પકડયું હતું કે, ઉર્વશી બા ભાજપ સાથે સમાધાન કરી લેશે અને પોતાનું ફોર્મ પરત લેશે. પરંતુ ઉર્વશી બા એ મીડિયા સાથેની વાતચીતમાં તેઓ કોંગ્રેસમાં જ રહેશે અને આ પ્રકારની ફોર્મ પરત ખેંચવાની કોઈ વાત જ ન હોવાનું જણાવ્યું હતું.
હું કોંગ્રેસ સાથે જ છું અને કોંગ્રેસમાંથી જ ચૂંટણી લડીશઃ ઉર્વશી બા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 12 માંથી પૂર્વ કોર્પોરેટર ઉર્વશી બા જાડેજાને રિપીટ કરવામાં આવ્યાં છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવારો હાલ પોતાના ફોર્મ પરત ખેંચી રહ્યા છે. જેને લઇને એવી અફવાએ જોર પકડ્યું હતું કે ઉર્વશી બા પણ પોતાનું ફોર્મ પરત ખેંચી અને ભાજપ સાથે સમાધાન કરી લેશે, પરંતુ આ અંગે ઉર્વશી બા એ જણાવ્યું હતું કે, તેઓ પાંચ વર્ષથી લોકો માટે કામ કરી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયા છે. ત્યારે આ વખતે પણ તેઓ કોંગ્રેસમાંથી જ ચૂંટણી લડશે. જ્યારે ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાની વાત માત્ર અફવા જ હોવાનું તેમણે જણાવ્યું હતું.