- 26 જૂનના રોજ ઉજવાય છે International Day Against Drug Abuse and Illicit Trafficking
- આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિતે રાજકોટ જિલ્લામાં સહિ ઝુંબેશનો પ્રારંભ
- ભારતના કુલ 272 જિલ્લાઓમાં નશામૂકત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું
- જેમાં ગુજરાત રાજયના રાજકોટ સહિત કુલ 8 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો
રાજકોટ : શહેરમાં સ્થિત નશામુકત ભારત અભિયાન કમિટિ દ્વારા 26 જૂનના રોજ આંરરાષ્ટ્રીય નશાકારક પદાર્થોનો દુરઉપયોગ અને ગેરકાયદે વ્યાપાર વિરોધી દિવસ (International Day Against Drug Abuse and Illicit Trafficking)ની ઉજવણી અન્વયે શુક્રવારના રોજ સંકલ્પપત્ર કમ સહિ ઝુંબેશનો રાજકોટની કલેક્ટર કચેરી ખાતેથી રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ (Arun Mahesh Babu) દ્વારા સંકલ્પપત્ર પર સહિ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભારતના કુલ 272 જિલ્લાઓમાં નશામૂકત અભિયાન (Drug free campaign)
ભારત સરકાર દ્વારા 15 ઓગસ્ટથી સાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, દિલ્હી દ્વારા ભારતના કુલ 272 જિલ્લાઓમાં નશામૂકત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજયના રાજકોટ સહિત કુલ 8 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારના રોજ પોલીસ અધિક્ષક કચેરી સહિત વિવિધ કચેરી ખાતે સહિ ઝુંબેશનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુવા પેઢી નશામુક્ત રહે તે માટે તંત્રનો પ્રયાસ
આ પ્રસંગે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક બલરામ મીના, અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડયા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજકોટમાં શરૂ કરવામાં આવેલા નશામુક્ત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજની યુવા પેઢી નશાના રવાડે ન ચડે, તે માટે આ પ્રકારના વિવિધ અભિયાનો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે હવે સહિ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે.
World Drug Day 2021ની થીમ 'ડ્રગ્સ અંગે ફેક્ટ શેર કરો, જીવ બચાવો' ( Share Facts On Drugs, Save Live )
ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલીઝિટ ટ્રાફિકિંગ સામેનો આંતરરાષ્ટ્રીય દિવસ, અથવા વિશ્વ ડ્રગ ડે, દર વર્ષે 26 જૂનના રોજ માદક દ્રવ્યોના દુરૂપયોગથી મુક્ત વિશ્વના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ક્રિયા અને સહયોગને મજબૂત બનાવવા માટે ઉજવવામાં આવે છે. દર વર્ષે લોકો, સંપૂર્ણ સમુદાયો અને સમગ્ર વિશ્વના વિવિધ સંગઠનો આ વૈશ્વિક પાલનમાં જોડાય છે. જેથી ગેરકાયદેસર દવાઓ સમાજ માટે રજૂ કરેલી મોટી સમસ્યા અંગે જાગૃતિ લાવે. સાથે મળીને આપણે વિશ્વની ડ્રગ્સની સમસ્યાનો સામનો કરી શકીએ છીએ. World Drug Day 2021ની થીમ 'ડ્રગ્સ અંગે ફેક્ટ શેર કરો, જીવ બચાવો' ( Share Facts On Drugs, Save Live ) છે.
આ પણ વાંચો -
- ભાવનગરમાં રીક્ષા ચાલક મજબૂરીથી બન્યો ગાંજાનો ડીલર, પોલીસે કરી ધરપકડ
- ચેતવણી: ભારતમાં ડ્રગનો ભય
- અવળા રસ્તે ચઢી ગયેલું ભારતનું યુવાધન
- સુરતમાં યુથનેશન દ્વારા ડ્રગ્સ, સિગરેટ જેવા નશીલા પદાર્થો વિરુદ્ધ રેલીનું આયોજન કરાયું
- ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો રીચાર્ડ 10 વર્ષે Hong Kongથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો