- મેડિકલ કોલેજની હોસ્ટેલમાં બની ઘટના
- ઈન્ટર્ન તબીબે પોતાના રૂમમાં ખાધો ગળેફાંસો
- પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો
રાજકોટ: જામનગર રોડ પર આવેલી PDU મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ઇન્ટર્ન તબીબે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મૃતક તબીબનું નામ અમૃત ચૌધરી છે. મૃતક મૂળ રાધનપુરનો હતો. હાલ ઈન્ટર્ન તબીબે હોસ્ટેલમાં આત્મહત્યા કરી લેતા પદ્યુમ્નનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈન્ટર્ન તબીબે ક્યા કારણોસર આત્મહત્યા કરી છે. તે દિશામાં વધુ તપાસ આરંભી છે.
કારણ હજુ પણ અકબંધ
ACP પ્રમોદ દિયોરાના જણાવ્યા પ્રમાણે, હજુ આ મામલે તપાસ શરૂ છે. ત્યારે અન્ય ઈન્ટર્ન તબીબોની પૂછપરછમાં વધુ માહિતી મળી શકશે. હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીએ પોતાના સામાજિક કારણોસર આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક કારણ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, મૃતક વર્ષ 2014થી અહીં અભ્યાસ કરે છે અને વારંવાર નાપાસ થતા આ પ્રકારનું પગલું ભર્યું હોઈ શકે છે.