- રાજકોટના પ્રવીણ વૈદ્યના 22 લોકોના પરિવારના 15 સભ્યો એકસાથે કોરોના સંક્રમિત થયા હતા
- 22 લોકોનું સાજા થવાનું મુખ્ય કારણ સંયુક્ત પરિવારમાં રહે છે
- 3 BHKનું કોવિડ સેન્ટર ભાડે લેવું પડ્યું હતું
રાજકોટઃ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. રોજબરોજ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને મોતના આંકડામાં પણ ઉછાળો થઇ રહ્યો છે. ત્યારે લોકો પણ ભયભીત છે, આવા સમયે લોકોને પ્રેરણા મળે તેવો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. કોરોનાના પોઝિટિવ દર્દીઓ હિંમત હારી રહ્યા છે, ત્યારે રાજકોટના પ્રવીણ વૈદ્યના 22 લોકોના પરિવારના 15 સભ્યો એકસાથે કોરોના સંક્રમિત થયા હતા. પરંતુ આ પરિવારના 15 સભ્યોએ કોરોનાને માત આપી હતી.
આ પણ વાંચોઃ બાહુબલી' ડાયરેક્ટર રાજામૌલી અને તેમના પરિવારે કોરોનાને આપી માત, તમામનો રિપોર્ટ આવ્યો નેગેટિવ
એક જ પરિવારમાં 1વર્ષના બાળકથી લઇને 68 વર્ષના વૃદ્ધ સહિત 15 સભ્ય સંક્રમિત થયા, સાથે મળીને કોરોનાને હરાવ્યો
જ્યારે પરિવારમાં દર બીજા-ત્રીજા દિવસે એક પછી એક સભ્યના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 22 જણના પરિવારમાં સંક્રમિત થયેલાઓમાં 1 વર્ષના બાળકથી લઈને 68 વર્ષના વડીલ પણ સામેલ હતા, તો 4 દર્દી ડાયાબિટિસ,અસ્થમા તથા કેન્સરથી પણ પીડિત હતા. પરંતુ પરિવારની સાથે સયુંક્ત કુંટુંબની ભાવના સાથે જોડાયા છે, એટલા માટે અમે કોરોના જેવી મહામારી સામે જંગ જીત્યા હતા. 22 લોકોનું સાજા થવાનું મુખ્ય કારણ સંયુક્ત પરિવારમાં રહે છે અને પરિવારના બીજા સદસ્યો સાથે હોવાથી હૂંફ મળતા કોરોના જેવી બીમારીને હરાવી માત આપી હતી.
આ પણ વાંચોઃ ડભોઇના પોલીસ જવાને કોરોનાને માત આપી, પરિવારે કર્યું સ્વાગત
પરસ્પરની હૂંફ, હકારાત્મક અભિગમથી બધા સાજા થઈ ગયા
આ પરિવારના 1 વર્ષના બાળકને પોઝિટિવ આવતા જ પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો હતો. પરંતુ 1 વર્ષના બાળક અને તેની માતાએ કોરોનાને માત આપી અને એક ઉમદું ઉદાહરણ પુર પાડ્યું હતું. માતા અમ્રિતાબેન વૈદ્યે વધુમાં જણાવ્યું હતું કે, માનસિક રીતે સ્ટ્રોંગ રહેવું, પ્રોપર ડાયેટ ફોલો કરવું જોઇએ. મેડીસીન્સ અને સ્ટીમ લેવી જોઇએ, તો કોઇ ચિંતા કરવાની જરૂર નથી. એક તબક્કે 3 BHKનું કોવિડ સેન્ટર ભાડે લેવું પડ્યું હતું. છતાં પરસ્પરની હૂંફ, હકારાત્મક અભિગમથી બધા સાજા થઈ ગયા છે.