ETV Bharat / city

મુખમાં રામ બગલમાં છુરી : મહિલા સરપંચની ઈજ્જતનો ફાલુદો, કરે છે આવા કાંડ - Alcohol Found from Sarpanch House

ધોરાજીના સુપેડી-ઝાંઝમેર ગામ પાસે આવેલા મંદિરેથી વિદેશી દારૂનો (Dhoraji Alcohol Case) જથ્થો મળી આવતા ચકચાર મચી છે. જો કે પોલીસે આરોપીને લઈને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ગંભીર વાત એ છે કે સમાજને ન્યાય અપાવતા સંરપચના (Alcohol Found from Sarpanch House) ઘરેથી દારૂ મળી આવતા અફરાતફરી મચી છે.

મુખમાં રામ બગલમાં છુરી : મહિલા સરપંચની ઈજ્જતનો ફાલુદો, કરે છે આવા કાંડ

author img

By

Published : Apr 26, 2022, 10:55 AM IST

રાજકોટ : ધોરાજી પોલીસે સુપેડી-ઝાંઝમેર ગામ વચ્ચે આવેલા મંગલેશ્વર મહાદેવના મંદિર પાસેથી બે બોટલ ઇગ્લીશ દારૂ (Dhoraji Alcohol Case) સાથે આરોપીને ઝડપી પાડ્યા છે. તેમની પુછતાછ દરમિયાન જાણવા મળ્યું કે, ઇગ્લીશ દારૂ તેમને ઝાંઝમેર ગામે રહેતા કિરણ બગડા પાસેથી લાવેલા હતા. જેને લઈને ધોરાજી પોલીસ ઝાંઝમેર ગામે રહેતા કિરણ બગડાના ઘરે રેડ પાડી હતી. જ્યાં જુદી-જુદી બ્રાન્ડની ઇગ્લીશ દારૂની 12 નંગ બોટલ તેમજ 41 નંગ ચપલા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.

ધોરાજીના સુપેડી-ઝાંઝમેર ગામેથી ઝડ્પાયો દારૂ

સરપંચના ઘરે દારૂ - મળતી માહિતી મુજબ, સુપેડી-ઝાંઝમેર ગામ વચ્ચે આવેલા મંગલેશ્વર મહાદેવના મંદિર પાસેથી પોલીસે ઇગ્લીશ દારૂની બે નંગ બોટલો સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા. જે બાદ પોલીસે બંનેની આકરી પૂછતાછ કરતા તેમને આ જથ્થો ઝાંઝમેર ગામના મહિલા સરપંચના ઘરેથી લીધો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સમગ્ર બાબતે મહિલા સરપંચના ઘરે રેડ કરીને ઇગ્લીશ દારૂનો (Dhoraji Police Confiscated Foreign Liquor) જથ્થો ઝડપી લીધેલો હતો. જેમાં પોલીસે ઝાંઝમેર ગામના મહિલા સરપંચ કિરણ બગડા તેમજ તેમના પતિ રવજી બગડા સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : Bootlegger in Vadodara: વડોદરાના બુટલેગરોએ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ પર કર્યો પથ્થરમારો

કેટલા રૂપિયાનો માલ કબજે કર્યો - રેડ દરમિયાન પોલીસે 12 નંગ બોટલના કુલ રૂપિયા 60,033નો માલ કબ્જે કર્યો હતો. તેમજ 41 નંગ ચપલા જેની કિંમત 8200/- મળી કુલ રૂપિયા 25,385/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત અગાઉ પકડાયેલા બંને શખ્સો પાસેથી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-2 જેની કિંમત 1360/-મળી આવી હતી. આ ઉપરાંત મોબાઇલ ફોન બે કિંમત 10,000 તેમજ હીરો સ્પ્લેન્ડર કિંમત 20,000/- મળી કુલ 31, 360/- મળી અને રેઇડનો કુલ મુદામાલ 56,745/- નો કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો : Destroy Alcohol in Surat : ઓલપાડ પોલીસની હદમાં ઝડપાયેલા કરોડાના દારૂ પર પોલીસનું બુલડોઝર

ગુનાહિત ઇતિહાસ - ધોરાજી પોલીસે કરેલ દારૂના જથ્થાની રેડમાં હાલ કિરણ રવજી બગડા, સામે ગુનો નોંધી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના મહિલા સરપંચના ઘરેથી દારૂનો જથ્થો (Alcohol Found from Sarpanch House) મળી આવતા સમગ્ર પંથકની અંદર ચકચાર મચી જવા પામ્યો છે. આ ઉપરાંત પ્રાપ્ત વિગતો અનુસાર ઝાંઝમેર ગામના આ (Liquor Found from Village of Supedi Zanzmer) બંને વ્યક્તિઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની પણ વિગતો મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.