ETV Bharat / city

સૌરાષ્ટ્રમાં દર 5માંથી 3 લોકોને ફાકીનું વ્યસન, થાય છે મોઢાના કેન્સર - Oral cancer

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુટખા વહેંચાણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઇને હાલ પાન માવાની દુકાનો પર ગુટખા કે, તમાકુ યુક્ત પ્રૉડક્ટ મોટાભાગે વેચાતી જોવા મળતી નથી પરંતુ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વ્યસન લોકોને ફાકી (માવા)નું છે. સામાન્ય રીતે કહેવાય તો એક અંદાજ પ્રમાણે દર પાંચમાંથી 3 લોકોને હાલ ફાકીનું વ્યસન છે. સામાન્ય રીતે ફાકી ખાવાના કારણે મોઢાના કેન્સર વધુ પ્રમાણે થતાં જોવા મળે છે.

સૌરાષ્ટ્રમાં
સૌરાષ્ટ્રમાં
author img

By

Published : Mar 5, 2021, 5:39 PM IST

  • વર્ષોથી ગુટખા વહેંચાણ પ્રતિબંધ
  • ફાકી ખાવાના કારણે સૌરાષ્ટ્રમાં મોઢાના કેન્સરના દર્દીઓ પણ વધુ પ્રમાણમાં
  • સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વ્યસન લોકોને ફાકી (માવા)નું છે
    સૌરાષ્ટ્રમાં ફાકી (માવા)નું વ્યસન

રાજકોટઃ ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુટખા વહેંચાણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઇને હાલ પાન માવાની દુકાનો પર ગુટખા કે, તમાકુ યુક્ત પ્રૉડક્ટ મોટાભાગે વેચાતી જોવા મળતી નથી પરંતુ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વ્યસન લોકોને ફાકી (માવા)નું છે. સામાન્ય રીતે કહેવાય તો એક અંદાજ પ્રમાણે દર પાંચમાંથી 3 લોકોને હાલ ફાકીનું વ્યસન છે. સામાન્ય રીતે ફાકી ખાવાના કારણે મોઢાના કેન્સર વધુ પ્રમાણે થતાં જોવા મળે છે. જે આગામી દિવસોમાં જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં દર 5 માંથી 3 લોકોને છે ફાકીનું વ્યસન

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર પાનની દુકાન ધરાવતા દીપકભાઈએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં જ સોપારી અને તમાકુનો ભાવ વધતાં સામાન્ય રીતે ફાકીના ભાવમાં બેથી 3 રૂપિયાનો વધારો જોવા મળે છે. જ્યારે સૌરાષ્ટ્ર તેમજ કાઠિયાવાડમાં સૌથી વધુ લોકોને કાફીનું વ્યસન વધુ છે. જ્યારે સામાન્ય રીતે ગુટખા બહુ ઓછા લોકો ખાતા હોય છે, ત્યારે એક અંદાજ પ્રમાણે દર પાંચમાંથી 3 વ્યક્તિ ફાકીના વ્યસની જોવા મળતા હોય છે. જો કે, તાજેતરમાં જ ફાકીના ભાવમાં વધારો હોવા છતાં પણ પાનની દુકાન પર ગ્રાહકોની સંખ્યા પર આની કોઈ અસર જોવા મળી નથી.

સૌરાષ્ટ્રમાં મોઢાના કેન્સરના દર્દીઓ વધુ

ફાકી ખાવાના કારણે સૌરાષ્ટ્રમાં મોઢાના કેન્સરના દર્દીઓ પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ મામલે વેદાંત હોસ્પિટલના મોઢાના સર્જન એવા ડૉક્ટર કામિલે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે તમાકુનું સેવન કરવાના કારણે લોકોને મોઢાના કેન્સર થવાનું જોખમ વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે. આ સૌરાષ્ટ્રમાં ફાકીનું સેવન વધુ થતું. હકવાના કારણે પણ મોઢાના કેન્સરના દર્દીઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. સૌરાષ્ટ્રના લોકો મોટાભાગે ફાકીના બંધાણી હોવાના કારણે આ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે.

સમયસર સારવાર કરવાથી કેન્સર મટાડી શકાય

તમાકુના સેવનના કારણે મોટાભાગે સૌરાષ્ટ્રમાં મોઢાના કેન્સરના દર્દીઓ વધુ જોવા મળતા હોય છે. જેમાં પ્રાથમિક લક્ષણ જોઈએ તો સૌપ્રથમ મોઢું પૂરતા પ્રમાણમાં ન ખુલવું, સાથે-સાથે મોઢામાં ચાંદા પડવા, તેમજ નાની-નાની ગાંઠો થવી તે મોઢાના કેન્સરના પ્રાથમિક લક્ષણો છે. જો આ લક્ષણો દેખાય તો તાત્કાલિક જ તેની સારવાર કરાવવી ખૂબ જ જરૂરી બને છે અને જો તેની સારવાર ન કરવામાં આવે તો આગામી દિવસોમાં તે કેન્સર શરીરમાં પણ ફેલાવાની શક્યતાઓ રહેતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.