રાજકોટમાં રદ થયેલી જૂની ચલણી નોટો સાથે બે ઇસમો ઝડપાયા
- રૂપિયા 500 તેમજ રૂપિયા 1000ની રદ થયેલી ચલણી નોટો સાથે ઝડપાયા
- ક્રાઇમ બ્રાન્ચે બન્ને ઇસમોની કરી ધરપકડ
- રૂપિયા 96 લાખથી વધુની જૂની ચલણી નોટો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી
રાજકોટઃ જિલ્લામાં ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં રદ થઇ ગયેલી રૂપિયા 1000ની તેમજ રૂપિયા 500ના દરની જૂની ચલણી નોટો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. રૂપિયા 96 લાખ 50 હજારની આ નોટો ઝડપાઈ છે.
![old currency notes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-07-old-currency-av-7202740_03072020223753_0307f_1593796073_684.jpg)
ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ હકીકતના આધારે શહેરના મવડી પોલીસ હેડ ક્વાર્ટર નજીક આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી એક કાર માંથી રૂપિયા 1000 તેમજ 500ના દરની કુલ 96 લાખથી વધારેની ચલણી નોટો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. આ સાથે જ બે ઈસમોની ધરપકડ પણ કરાઈ છે. હરજીવન વસીયાણી અને ભીખા નરોડિયાનામના ઇસમો આ ચલણી નોટો લઈને જઈ રહ્યાં હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.