- રાજકોટમાં ટ્યૂશન સંચાલકે નિયમો નેવે મૂકી ક્લાસ શરૂ કર્યા
- યુનિવર્સિટી પોલીસે દિપક કોમ્પલેક્સમાં દરોડા પાડ્યા હતા
- આ પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓને ક્લાસીસ પર બોલાવાતા હતા
રાજકોટઃ રાજ્યભરમાં હજી શાળા અને ટ્યૂશન ક્લાસીસ ખૂલ્યા નથી. સરકારના આ નિર્ણયને નેવે મૂકી રાજકોટમાં ટ્યૂશન સંચાલક અને શિક્ષક કેતન દેવજીભાઈ ઠક્કરે વિદ્યાર્થીઓને આવી પરિસ્થિતિમાં પણ ક્લાસીસ પર બોલાવ્યા હતા, જેની જાણ યુનિવર્સિટી પોલીસને થતા પોલીસે નંદીપાર્ક મેઈન રોડ ઉપર આવેલા દિપક કોમ્પ્લેક્સમાં દરોડા પાડ્યા હતો. કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓના હિતને જોખમમાં મૂકીને ટ્યૂશન ક્લાસીસ શરૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસે ટયૂશન સંચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી.
![રાજકોટમાં સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી ટ્યૂશન સંચાલકે ક્લાસ શરૂ કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9416335_classic_7202740.jpg)
યુનિવર્સિટી પોલીસના ડી સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી. જેના આધારે દીપ કોમ્પલેક્સમાં ચાલી રહેલા લક્ષ્ય ગ્રુપના ટ્યૂશન ક્લાસીસ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ટયૂશન સંચાલક અને શિક્ષક એવા કેતન નામના ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે હાલ ઈસમ વિરુદ્ધ જાહેરનામાનો ભંગ હેઠળનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.