ETV Bharat / city

રાજકોટ સિવિલમાં માત્ર 6 માહિનાના ગંભીર કોરોનાગ્રસ્ત બાળકને ઘનિષ્ઠ સારવાર થકી અપાયું નવજીવન - corona update

કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે અત્યાર સુધી પડદા પાછળ રહીને સૌથી મહત્વની ભુમિકા ભજવનાર પીડિયાટ્રીક વિભાગ રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે કોવિડ-19ના બાળ દર્દીઓ તથા અન્ય દર્દીઓને જરૂરી અને અગત્યની સારવાર આપીને રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમાં 6 મહિનાના બાળકને કોરોનાની ગંભીર અસરમાંથી મુક્ત કરાઇ નવજીવન અપાયું છે.

રાજકોટ સિવિલમાં માત્ર 6 માહિનાના ગંભીર કોરોનાગ્રસ્ત બાળકને ઘનિષ્ઠ સારવાર થકી અપાયું નવજીવન

author img

By

Published : May 30, 2021, 12:20 PM IST

  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળ દર્દીઓ પીડિયાટ્રીક વિભાગના ડોક્ટરોની શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યા
  • બાળકનું શરીર એકદમ ફિક્કુ પડી ગયુ હતુ
  • અદિતને લીવર અને સ્પલીન (બરોડ) પર સોજો આવી ગયો હતો

રાજકોટ: કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે અત્યાર સુધી સૌથી મહત્વની ભુમિકા ભજવનાર પિડીયાટ્રીક વિભાગ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના બાળ દર્દીઓ તથા અન્ય દર્દીઓને જરૂરી અને અગત્યની સારવાર આપીને રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અનેક બાળ દર્દીઓ પીડિયાટ્રીક વિભાગના ડોક્ટરોની શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યા છે.

આ પણ વાંચોઃ સુરતના પરિવારને સલામ, અંગદાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું

મારી કરીયરમાં અત્યાર સુધીમાં સૌથી ક્રિટીકલ કેસ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દેવડી ગામે રહેતા છ મહિનાના બાળક અદિત વિકાણી સાથે ઘટના બની હતી. તેના વિશે પિડીયાટ્રીક વિભાગના ડો. મનાલી જાવિયા જણાવે છે કે, અદીતને ચાર દિવસથી તાવ, ઉધરસ, અને એક દિવસથી શ્વાસની સમસ્યા હતી.

6 માહિનાના ગંભીર કોરોનાગ્રસ્ત બાળકને ઘનિષ્ઠ સારવાર થકી અપાયું નવજીવન

અદિતનું ઓક્સિજનનું લેવલ 80 જેટલુ થઈ ગયુ હતું

બાળકનું શરીર એકદમ ફિક્કુ પડી ગયુ હતુ તથા તેના લીવર અને સ્પલીન (બરોડ) પર સોજો આવી ગયો હતો. સામાન્ય રીતે બાળકોમાં લોહીના ટકા 10.00થી વધુ જોવા મળે છે પરંતું અદિતમાં તેનું પ્રમાણ 3.01 ટકા જેટલુ હતું તથા ઓક્સિજનનું લેવલ 80 જેટલુ થઈ ગયુ હતું. મારી કરીયરમાં અત્યાર સુધીમાં જોયેલા કેસમાં સૌથી ક્રિટીકલ કેસ હતો.

ડાયમર રેશિયો સામાન્ય કરતા 8 ગણો વધુ

છ મહિનાના બાળક અદિતની સારવાર માટે ડોકટરોની એક આખી ટીમ સારવાર કરતી હતી. બાળકને સિવિલમાં લાવવામાં આવ્યો, ત્યારે તેને 4 દિવસ હાઈ-ફ્લો નોઝલ કેન્યુલા પર રાખવામાં આવ્યો હતો. સાથે તેની અન્ય સારવાર પણ ચાલુ હતી. આ સમય દરમિયાન તેના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાથી 3 બોટલ લોહી ચડાવ્યું હતું જેથી તબીયતમાં સુધારો જણાયો હતો.

4 દિવસ તેને સાદી કેન્યુલા પર રાખવામાં આવ્યો

સારવાર છતાં બાળકની સ્વાસ્થયની પરિસ્થિતિ સંતોષકારક હોવાનું પ્રતિત થતું ન હતું. આથી તેનો ડી-ડાયમર ટેસ્ટ કરાતા તેનો ડિ-ડાયમર રેશિયો સામાન્ય કરતા 8 ગણો વધુ હતો. બાળકની પરિસ્થિતિ નાજુક હતી. આવા સંજોગોમાં તેને રેમડેસીવીર આપવામાં આવ્યું. તેના પરિણામે બાળકની તબિયતમાં વધુ સુધારો જોવા મળ્યો હતો. 4 દિવસ તેને સાદી કેન્યુલા પર રાખવામાં આવ્યો હતો. બે દિવસ ઓક્સિજન વગર રાખવામાં આવ્યો હતો. તબીયત સામાન્ય થતા અદિતને રજા આપવામાં આવી.

ગામડેથી સીધા જ રાજકોટ સિવિલમાં અદિતને સારવાર કરાવવા લઇ ગયા

બાળકના પિતા દશરથ વિકાણીએ સિવિલની સારવાર અંગે જણાવતા કહ્યુ હતું કે, મારા દિકરાની તબિયત બગડતા અમે ગભરાઈ ગયા હતા. અમે ગામડેથી સીધા જ રાજકોટ સિવિલમાં સારવાર કરાવવા પહોંચી ગયા હતા. મને રાજકોટ સિવિલની સારવાર પર ભરોસો છે. કારણ કે, મે પણ ભૂતકાળમાં કોરોનાની સારવાર અહીં જ કરાવી છે.

આ પણ વાંચોઃ સુરતમાં બ્લેક ફંગસનો કહેર, ખાનગી હોસ્પિટલના તબીબે 80 દર્દીઓના સાયનસમાંથી ફંગસ કાઢીને નવજીવન આપ્યું

મારા દિકરાની તબિયત ખુબ જ સારી: પિતા

મારી દીકરી તથા પત્નિની સારવાર પણ અહીં જ કરાવી છે. રાજકોટ સિવિલમાં સાચી, સારી અને સુંદર સારવાર અંગે મારા વિશ્વાસને સિવિલના તમામ ડોક્ટરોએ સાચો ઠેરવ્યો, એનો મને આનંદ છે. ડોક્ટરો પણ નિયમીત અને સમયસર આવીને બાળકનું ચેક અપ કરતા. મારા દિકરાની તબિયત ખુબ જ સારી છે. આટલી સારી સારવાર આપવા બદલ સિવિલ હોસ્પીટલના તમામ સ્ટાફને ભગવાન સુખી રાખે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.