- મૃતકનો પરિવાર મૂળ મેંદરડાના અંબાળા ગામનો હતો
- રાજકોટમાં મહિલાએ પોતાના ઘરે એસિડ પી લીધું
- મહિલાના ગર્ભમાં રહેલા 2 બાળકોના મોત
રાજકોટ : શહેરના ભીચરી અમરગઢ ગામ ખાતે છેલ્લા કેટલાય સમયથી પોતાના પરિવાર સાથે રહેતી જીવુબેન સોલંકી નામની પરિણીત મહિલાએ ગઈકાલે પોતાના ઘરે એસિડ પી લેતા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ અહીંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે, આ પરણિતાનું સારવાર દરમિયાન મોત થયુ હતું. આ મહિલા સગર્ભા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે તેના ગર્ભમાં ટ્વીન્સ બાળકો હતા. તેમના પણ આ દરમિયાન મોત થયા હતા. જેને લઈને આ ઘટનામાં ગર્ભમાં રહેલા બે બાળકો સહિત પરણિતાનું પણ મહિલાનું મોત થતાં પરિવારમાં શોકનું માહોલ છવાયો છે.
એસિડ પી જતા સિવિલમાં અને ત્યાંથી મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ
મૃતકનો પતિ વસંત સોલંકી મૂળ મેંદરડાના અંબાળા ગામનો વતની છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી રાજકોટ નજીક આવેલા ભીચરી ગામે રહી છૂટક મજૂરી કરે છે. જ્યારે ઘટના રવિવારે સવારે અગિયારેક વાગે બની હતી. જેમાં ભીચરીમાં જીવુબેન વસંત સોલંકીએ એસિડ પી જતા સિવિલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકના લગ્ન ચાર વર્ષ પહેલાં થયા હતાં અને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર છે.
ગર્ભમાં રહેલા બે બાળકો સહિત ત્રણના મોત
મૃતક મહિલાના પરિવારજનોએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જીવુબેનને પેટમાં ગર્ભ હતો. આ ગર્ભમાં બે બાળકો પણ હતાં. જ્યારે આ બાબતનો ખ્યાલ અમને સોનોગ્રાફી કરાવી હતી તે દરમિયાન સામે આવ્યો હતો. પરંતુ એસિડ પીવાની ઘટના બનતા અમે પણ આશ્ચર્યમા મુકાયા છીએ. કારણ કે, જીવીબેન આવું કરી શકે નહિ. જોકે, મૃતકના પરિવારજનો દ્વારા જીવીબેનના સસરા તેમજ પતિ પર આ મામલે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ઘરકંકાસમાં પરિવાર વિખાઈ ગયો
મૃતકનો પતિ વસંત નરસીભાઇ સોલંકી મૂળ મેંદરડાના અંબાળા ગામનો વતની છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી રાજકોટના ભીચરી ગામે રહી છૂટક મજૂરી કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પૈસા બાબતે પત્ની જીવુ સાથે પતિ વસંતનો ઝઘડો થતાં તેને માઠું લાગી જતા તે એસિડ પી ગઇ હતી. આ મામલે પોલીસ મૃતકનું ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવ્યું છે તેમજ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.