- રાજકોટમાં વાવડી સબ ડિવીઝનનો અધિકારી લાંચ લેતા ઝડપાયો
- વસંતભાઇ પટેલને લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો
- રૂપિયા 23,000ની માગી હતી લાંચ
રાજકોટ : ગોંડલ રોડ પર આવેલ વાવડી સબ ડિવીઝનના વર્ગ ચારના કર્મચારી પરેશ વસંતભાઈ ટીમણીયા રૂપિયા 23 હજારની લાંચ લેતા ACBએ ઝડપી પાડયો છે. વિસ્તારમાં આવેલા એક કારખાનામાં વીજ મીટર લગાવીને ફરી ચાલુ કરવા માટે ઇલેક્ટ્રિક આસિસ્ટન દ્વારા રૂપિયા 23 હજારની લાંચ માંગવામાં આવી હતી. જેને લઈને ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આ ઈસમ રંગે હાથ લાંચની રકમ સ્વીકારતા ઝડપાયો છે. જેને લઈને વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
વીજ કનેક્શન નાખવા, રૂપિયા 23 હજારની માંગી લાંચ
સમગ્ર ઘટના જોઈએ તો, આ કામના ફરિયાદીની ફેક્ટરીનું વીજ કનેકશન PGVCL તરફથી ડિસ્કનેકટ કરી વીજ મીટર ઉતારી લેવામાં આવ્યું હતું. જે વીજ મીટર તાત્કાલિક લગાવી વીજ કનેકશન ચાલુ કરવાના અવેજપેટે PGVCL વાવડી સબ ડિવિઝન રાજકોટના ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટ(હેલ્પર) પરેશભાઇ વસંતભાઇ ટીમાણીયાએ ફરિયાદી પાસે રૂપિયા 23,000/-ની લાંચની માંગણી કરી હતી.
લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
જે બાબતે ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હોય, જેથી રાજકોટ શહેર ACB પો.સ્ટે.ખાતે પોતાની ફરિયાદ જાહેર કરી હતી. જે ફરિયાદીની ફરિયાદને આધારે તા.16/02/2021ના રાજકોટ ક્રિષ્ના પાર્ક હોટલ સામે, ગોંડલ રોડ ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન PGVCLના કર્મચારીએ ફરિયાદી પાસે 23,000/-ની લાંચની રકમ માંગી હતી. જે સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો.