ETV Bharat / city

રાજકોટમાં છેલ્લા 10વર્ષથી તાંત્રિક વિધિ કરતા શખ્સનો થયો પર્દાફાશ

author img

By

Published : Mar 9, 2021, 1:16 PM IST

રાજકોટમાં પોલીસ દ્વારા આ નકલી ઢોંગીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં અશ્વિન મણીલાલ મહેતા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.

રાજકોટ
રાજકોટ
  • ઢોંગી ઝડપાતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ
  • 10 વર્ષથી આચરી રહ્યો છે છેતરપિંડી
  • રાજકોટ તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

રાજકોટઃ એકવીસમી સદીમાં પણ લોકો અંધશ્રદ્ધામાં જીવતા હોવાનો વધુ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં છેલ્લા દસ વર્ષથી લોકોને જ્યોતિષવિદ્યા તેમજ તાંત્રિક વિધિઓના નામે તેમના તમામ દુઃખ દર્દો દૂર થશે તેમ જણાવીને લોકો સાથે છેતરપિંડી આચરીને તેમની પાસેથી પૈસા પડાવતા શખ્સને રાજકોટ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. વિજ્ઞાન જાથા સાથે તાલુકા પોલીસે આ શખ્સને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. ત્યારે આ ઢોંગી ઝડપાઇ જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

રાજકોટ
10વર્ષથી તાંત્રિક વિધિ કરતા શખ્સનો થયો પર્દાફાશ

2500 રુપિયાથી માંડીને 1 લાખ સુધીની ફી વસુલતો હતો ઢોંગીવિજ્ઞાન જાથા અને રાજકોટ પોલીસ દ્વારા આ નકલી ઢોંગીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં અશ્વિન મણીલાલ મહેતા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે છેલ્લા 10 વર્ષથી દોરાધાગા જ્યોતિષ કામ તેમજ તાંત્રિક વિધિ સહિતના ગોરખધંધાના નામે દુઃખી લોકોના પૈસા પણ પડાવતો હતો. જેમાં 2500રુપિયાથીમાંડીને 1 લાખ સુધીની ફી વસુલતો હતો. ઢોંગીએ અત્યાર સુધીમાં અનેક લોકોને છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે. ત્યારે હાલ રાજકોટ તાલુકા પોલીસે તેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ઢોંગી સ્વામીએ બે સંતાનની માતાને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

અત્યાર સુધીમાં 1,183 ઢોંગીઓનો પર્દાફાશ

વિજ્ઞાન જાથા દ્વારા આ પ્રકારના છેતરપીંડી આચરતાં લોકોને ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 1,183 આ પ્રકારના કેસ વિજ્ઞાન જાથા દ્વારા પોલીસની મદદ લઈને ખુલ્લા પાડવામાં આવ્યા છે. ત્યારે દોરા ધાગા તેમજ તાંત્રિકવિધિના નામે પૈસા પડાવતા લોકો સામે વિજ્ઞાન જાથા સમાજમાં અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ કરી રહી છે. જે દરમિયાન વધુ એક શખ્સને જાથા દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વડોદરાનો ઢોંગી તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય ICUમાં સારવાર હેઠળ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.