ETV Bharat / city

રાજકોટમાં 2 નાદુરસ્ત કેદીઓને ક્વોરન્ટાઈન રહેવાનું કહેતા બન્નેએ કાચ ખાઈ વિરોધ કર્યો

author img

By

Published : May 4, 2021, 12:07 PM IST

સમગ્ર રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે જ રાજકોટની જેલમાં પણ કેદીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જિલ્લાની જેલમાં 2 કેદીઓની તબિયત નાદુરસ્ત રહેતા બન્ને કેદીઓને જેલમાં ક્વોરન્ટાઈન રહેવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, ક્વોરન્ટાઈનનું કહેતા બન્ને કેદીઓએ કાચના ટુકડા ખાઈ લીધા હતા, જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટમાં 2 નાદુરસ્ત કેદીઓને ક્વોરન્ટાઈન રહેવાનું કહેતા બન્નેએ કાચ ખાઈ વિરોધ કર્યો
રાજકોટમાં 2 નાદુરસ્ત કેદીઓને ક્વોરન્ટાઈન રહેવાનું કહેતા બન્નેએ કાચ ખાઈ વિરોધ કર્યો
  • રાજકોટની જિલ્લા જેલમાં 2 કેદીઓની તબિયત બગડી
  • બન્ને કેદીઓને ક્વોરન્ટાઈન રહેવાનું કહેતા બન્નેએ વિરોધ કર્યો
  • બન્ને કેદીઓએ વિરોધ કરવા કાચ ખાઈ લીધા હતા

રાજકોટઃ જિલ્લાની જેલમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેલમાં 2 નાદુરસ્ત કેદીઓને ક્વોરન્ટાઈનમાં રહેવાનું કહેતા. બન્નેને ખોટું લાગી ગયું હતું. ત્યારબાદ બન્ને કેદીઓએ કાચ ખાઈ ક્વોરન્ટાઈન ન રહેવા વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ કોરોના હોસ્ટપોટ બનેલી ગોંડલ સબ જેલ કોરોના મુકત બની

ક્વોરન્ટાઈન રહેવા બન્ને કેદીઓએ વિરોધ કર્યો

જિલ્લા જેલમાં 2 કેદીઓની તબિયત બગડતા બન્નેને ક્વોરન્ટાઈન રહેવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, બન્ને કેદીઓએ ક્વોરન્ટાઈન રહેવાનો વિરોધ કર્યો અને કાચ ખાઈ લીધા હતા. ત્યારબાદ બન્ને કેદીઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ માંગરોળ જેલના 14 કેદીઓ થયા કોરોના સંક્રમિત

કેદીઓએ જેલમાં કાચ ખાતા દોડધામ

શહેરના રૂખડિયાપરામાં રહેતા અને એક વર્ષ પહેલા કોઠારિયા રોડ પરથી ગાંજા સાથે પકડાયેલો મરાન ઉર્ફે માઈકલ અનવરભાઈ પઠાણ અને મેટોડામાં થયેલી હત્યાના ગુનામાં પકડાયેલો વાડીનો જયકિશન સુરેશભાઈ વાજા અત્યારે જિલ્લાની જેલમાં કેદ છે. આ બન્નેની તબિયત છેલ્લા થોડા સમયથી ખરાબ હોવાથી બન્નેને ક્વોરન્ટાઈનમાં રહેવા જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.