ETV Bharat / city

રાજકોટમાં મકાન ધરાશાયી, મોટી જાનહાનિ ટળી - Building collapses

રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલા રામેશ્વર સોસાયટીમાં આજે સવારના સમયે એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઇ નથી. પરંતુ મકાન એકાએક પડી જતા તેમાં રહેલા ઘરવખરી સહિતનો તમામ સામાન મકાન નીચે દબાઈ ગયો હતો. સોસાયટીમાં મકાન ધરાશાયી થવાની ઘટનાને લઇને આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ છવાયો હતો.

રાજકોટમાં મકાન થયું ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

author img

By

Published : Nov 3, 2020, 4:08 PM IST

  • રાજકોટમાં મકાન થયું ધરાશાયી, મોટી જાનહાનિ ટળી
  • રામેશ્વર સોસાયટીમાં બે માળનું મકાન ધરાશાયી
  • મકાનના રીનોવેશન દરમિયાન બની ઘટના

    રાજકોટઃ રાજકોટના વોર્ડ નંબર 17 આવેલ રામેશ્વર સોસાયટીમાં અંદાજિત 23 વર્ષ જૂનું બે માળનું મકાન રિનોવેશન દરમિયાન ધરાશાયી થઈ ગયું હતું. ઘરમાં રહેલા સભ્યો અને કામ કરતા કારીગરો તાત્કાલિક સમયસૂચકતા વાપરીને મકાન પડે તે પહેલાં જ તેની બહાર નીકળી જતા કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. મકાન પડી જવાની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયરબ્રિગેડનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધારાની કામગીરી શરૂ કરી હતી. કોર્પોરેશનની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મકાન 20 વર્ષ જૂનું હતું અને બાંધકામ નબળું હોઇ આ પ્રકારની ઘટના સર્જાઈ હોઈ શકે છે.
    કોઇ જાનહાનિ નહીં પણ જીવનમૂડી ખર્ચાઈ જતાં પરિવાર મુશ્કેલીમાં મૂકાયો

  • જીવનની આખી મૂડી મકાન પાછળ જતી રહી

    મકાન ધરાશાયી થવાની ઘટનાને લઇને મકાનમાલિકની દીકરીએ જણાવ્યું હતું કે, મકાનમાં હાલ રિનોવેશનનું કામ થઈ રહ્યું હતું. ત્યારે અચાનક મકાનની દિવાલો વાઇબ્રન્ટ થવા માંડી હતી. જેને લઇને અહીં કામ કરતા મજૂરોએ મારા મમ્મીને બીજા માળેથી તાત્કાલિક નીચે ઉતારીને ઘરની બહાર ખસેડ્યાં હતાં. જ્યારે જોતજોતામાં આ આખું મકાન જમીન પર બેસી ગયું હતું. આ મકાનને 23 વર્ષમાં 2 વાર રિનોવેશન કરવામાં આવ્યું હતું અને અમારી અત્યાર સુધીની મૂડી પણ મકાન પાછળ વપરાઇ ગઈ છે એટલે સરકાર સમક્ષ સહાયની પણ પરિવારના સભ્યોએ માગ કરી છે.
    ભક્તિનગર વિસ્તારની રામેશ્વર સોસાયટીમાં મકાન ધરાશાયી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.