ETV Bharat / city

Hardik Naresh Patel Meet In Rajkot: હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે ગુપ્ત બેઠક, શું ચર્ચા થઈ હશે તેને લઇને અટકળો તેજ

હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે રાજકોટમાં ગુપ્ત બેઠક (Hardik Naresh Patel Meet In Rajkot) મળી છે. આ બેઠકમાં નરેશ પટેલ રાજકારણમાં આવે અને કયા પક્ષમાં જોડાય તે અંગે ચર્ચા થઈ હોવાની વાત સૂત્રો પાસેથી મળી રહી છે.

હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે ગુપ્ત બેઠક, શું ચર્ચા થઈ હશે તેને લઇને અટકળો તેજ

author img

By

Published : Apr 16, 2022, 9:06 PM IST

રાજકોટ: સુપ્રીમ કોર્ટમાંથી હાર્દિક પટેલને રાહત મળ્યા પછી હાર્દિક પટેલ તરફથી કોંગ્રેસથી નારાજ હોવાના નિવેદન આવ્યા છે. તે વાત હજી ભુલાઈ નથી, ત્યાં રાજકોટમાં નરેશ પટેલ સાથે હાર્દિક પટેલે ગુપ્ત બેઠક (Hardik Naresh Patel Meet In Rajkot) કરી છે અને આ બેઠક 3 કલાક ચાલી હોવાનું સામે આવ્યું છે. જો કે આ ગુપ્ત બેઠકથી મીડિયાને દૂર રખાયું છે.

કોંગ્રેસથી નારાજ છે હાર્દિક પટેલ- હાર્દિક પટેલની કથિત નારાજગી વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે. એક તરફ ખોડલધામના નરેશ પટેલ (Naresh Patel Khodaldham) કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે. એવામાં કોંગ્રેસથી નારાજ ચાલતાં હાર્દિક પટેલે તેમની સાથે બેઠક યોજી છે. રાજકોટમાં આજે બંધ બારણે બેઠક યોજાઈ હતી. બંને પાટીદાર નેતાઓ (Patidar Leaders Gujarat)ની બેઠકને લઈ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ganthila umadham Patotsav 2022:ઉમાધામ ખાતે નરેશ પટેલનું નિવેદન, સર્વ સમાજના લોકો સાથે કરાશે બેઠક

હાર્દિકે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાનું કહ્યું હશે- આપને જણાવી દઈએ કે, નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે હાર્દિક પટેલે અગાઉ ખુબ પ્રયાસો કર્યા હતા, જેમાં હાર્દિકે જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આહ્વાન કર્યુ હતુ. ત્યારબાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે હવે આ ગુપ્ત બેઠકને લઈ સવાલો ઊઠી રહ્યા છે કે, હાર્દિકે આ બેઠકમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આગ્રહ કર્યો હશે કે પછી માત્ર સમાજના હિત અંગે જ ચર્ચા વિચારણા કરવામાં આવી હશે?

આ પણ વાંચો: Hardik Patel in Surat: કોંગ્રેસમાં મજબૂત લોકોની આવડતનો યોગ્ય ઉપયોગ થશે તો જ પાર્ટી મજબૂત થશેઃ હાર્દિક પટેલ

આમ આદમી પાર્ટીમાં જોડાશે?- નરેશ પટેલે રાજકારણમાં આવવું જોઈએ કે નહી તે અંગે સમાજ (Patidar Community Gujarat)નો સર્વે ચાલી રહ્યો છે. ખોડલધામની રાજકીય કમિટી (Political Committee of Khodaldham) આ સર્વે કરીને રીપોર્ટ આપશે પછી નરેશ પટેલ રાજકારણમાં આવશે. ત્યારબાદ તેઓ કયા પક્ષમાં આવશે તે પણ સ્પષ્ટ થશે. જો કે હાલ તો અસમંજસભરી સ્થિતિ છે. હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે તે વાત નરેશ પટેલ સમક્ષ કરી હોઈ શકે છે, કે પછી હાર્દિક પટેલ અને નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ચર્ચા કરી હોય તેવું પણ બની શકે છે. રાજકારણમાં તમામ કયાસ શક્ય છે, કારણ કે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat)ને મોટા ગજાના નેતાની જરૂર છે. જો ગુજરાતમાં ભાજપ (Gujarat Assembly Election 2022)ને હરાવવું હશે તો આમ આદમી પાર્ટીએ અગ્રણી પાટીદારનો સાથ લેવો જ પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.