ETV Bharat / city

Rajkot news: રાજકોટના ગ્રીનમેને શેરી-ગલીએ 5 લાખથી વધુ વૃક્ષો વાવી કર્યું જતન - Rajkot news

રાજકોટ (Rajkot) માં સદભાવના વૃદ્ધા આશ્રમ (Sadbhavna oldage home) ના સંચાલક અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા વિજય ડોબરીયાએ શહેરની આસપાસના વિસ્તારમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કર્યું છે. સામાન્ય રીતે લોકો વૃક્ષો તો અનેક વાવે છે પરંતુ તેનું ઉછેરીને જતન કરી શકતા નથી. જેને લઈને આ કામ રાજકોટના વિજય ડોબરીયાએ કર્યું છે.

Rajkot news: રાજકોટના ગ્રીનમેને શેરી-ગલીએ 5 લાખથી વધુ વૃક્ષો વાવી કર્યું જતન

author img

By

Published : Jul 15, 2021, 10:42 AM IST

Updated : Jul 16, 2021, 6:10 AM IST

  • રાજકોટના ગ્રીનમેને શેરી-ગલીએ 5 લાખથી વધુ વૃક્ષો વાવ્યા
  • 400થી વધુ કર્મચારીઓનો પગારદાર સ્ટાફ રાખી જતન કરાવ્યુ
  • પડધરીના 60 ગામોમાંથી અભિયાનની થઈ શરુઆત

રાજકોટ: સદભાવના વૃદ્ધા આશ્રમ (Sadbhavna oldage home) ના સંચાલક અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા વિજય ડોબરીયાએ શહેરની આસપાસના વિસ્તારમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કર્યું છે. સામાન્ય રીતે લોકો વૃક્ષો તો અનેક વાવે છે પરંતુ તેનું ઉછેરીને જતન કરી શકતા નથી. જેને લઈને આ કામ રાજકોટના વિજય ડોબરીયાએ કર્યું છે. આ કામ માટે તેઓએ 400થી વધુ કર્મચારીઓનો પગારદાર સ્ટાફ પણ રાખ્યો છે. હજુ પણ તેમની આ સેવા અવિરતપણે ચાલુ છે. તેમનું લક્ષ્ય સમગ્ર ગુજરાતને ગ્રીન બનાવવાનું છે.

Rajkot news: રાજકોટના ગ્રીનમેને શેરી-ગલીએ 5 લાખથી વધુ વૃક્ષો વાવી કર્યું જતન

છેલ્લા 7 વર્ષથી વૃક્ષો વાવવાનું કામ શરૂ કર્યું

વિજય ડોબરીયાએ 5 જૂન 2014થી શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષો વાવવાનું કામ શરૂ કર્યું છે. તેમજ છેલ્લા 7 વર્ષમાં વિજય ડોબરીયા અને તેમની ટીમ દ્વારા રાજકોટ સહિતના અલગ અલગ વિસ્તારમાં 5 લાખથી વધુ વૃક્ષો વાવ્યા છે અને તેમનું જતન પણ કરી રહ્યા છે. આ ટિમ દ્વારા માત્ર વૃક્ષ જ વાવવામાં નથી આવતું. આ વૃક્ષના જતન માટે લોખંડનું પીંજરું લગાડવામાં આવે છે અને અંદાજીત 7 થી 8 ફૂટનું વૃક્ષ વાવીને તેને ત્રણ વર્ષ સુધી પાણી પીવડાવીને તેનું જતન કરવામાં આવી રહ્યું છે.

140 પાણીના ટેન્કર સહિત 400 કરતા વધુનો સ્ટાફ

આ કામ પાછળ વિજયભાઈ દ્વારા માત્ર વૃક્ષોને દરરોજ પાણી પીવડાવવા માટે 70 ટેન્કર, 70 ટ્રેક્ટર અને 480 માણસોનો પગારદાર સ્ટાફ રાખવામાં આવ્યો છે. આ સિવાય અન્ય સામાજિક અગ્રણીઓ અને નિવૃત અધિકારીઓ દ્વારા પણ આ ટીમને મદદ કરવામાં આવે છે. જેને લઈને તેમને અત્યાર સુધીમાં 5 લાખ વૃક્ષોનું જતન કર્યું અને તેને ઉછેર્યા છે. જ્યારે હજુ પણ તેઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં ખુલ્લા પ્લોટ હોય અથવા શેરીઓ ગલીઓમાં વૃક્ષો વાવવામાં આવે છે.

વૃક્ષો વાવ્યા બાદ તેની માવજત થતી નથી: ડોબરિયા

વિજય ડોબરીયાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દર વર્ષે ઘણાં વૃક્ષો વાવવામાં આવતા હોય છે. પરંતુ આ વૃક્ષો વાવ્યા બાદ તેનું માવજત કરવામાં આવતી નથી. ત્યારે વૃક્ષોની માવજત થતી નથી એટલે તેનો ઉછેર જોઈએ એવો થતો નથી. જ્યારે વૃક્ષોનું એવું હોય છે કે, એકવાર તેને વાવ્યા બાદ તેની ત્રણથી ચાર વર્ષ માવજત કરવામાં આવે છે, જ્યારે તો આ વૃક્ષ 200 વર્ષ સુધી આપણને લાભદાયી રહે છે. જેને લઇને અમે આ અભિયાન શરૂ કર્યું અને જેમાં વૃક્ષો વાવ્યા બાદ તેનું જતન કરીએ એટલે પર્યાવરણને પણ ખૂબ જ મોટો લાભ થાય છે. તેમજ પશુ-પક્ષીઓને પણ સહેલાઈથી ખાવાનું મળી રહે છે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વૃક્ષારોપણ કરવા અને corona vaccine લેવા માટે નાગરિકોને કરી અપીલ

પડધરીના 60 ગામોમાંથી અભિયાનની થઈ શરુઆત

સૌ પ્રથમ પડધરીના 60 ગામમાં વૃક્ષો વાવીને આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શેરીઓ ગલીઓ વિવિધ ગૌશાળાઓ તેમજ 100 એકરના ખરાબમાં પણ આ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજકોટ શહેરમાં તમામ રોડ રસ્તાઓ, શેરીઓ ગલીઓમાં વૃક્ષો વાવ્યા જ્યારે રાજકોટથી ભાવનગર હાઇવે પર, રાજકોટથી મોરબીના રસ્તાઓ, રાજકોટથી કાલાવડ જવાના રસ્તાઓ, ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરમાં પણ વૃક્ષારોપણ કર્યું છે. આ વૃક્ષારોપણ બાદ અહીં દર ત્રણ વર્ષ સુધી આ વૃક્ષોને અમે પાણી પીવડાવીએ છીએ. તેમજ દર મહિને આ વૃક્ષોના જતન માટે અલગ-અલગ ખાતર, દવાઓ તેના ઉછેરમાં લઈએ છીએ. જેને લઈને આ વૃક્ષોની સારી રીતે માવજત થઈ શકે.

Last Updated : Jul 16, 2021, 6:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.