- રાજ્ય સરકારની કોવિડ કામગીરી અંગે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કથગરાએ સવાલ ઉઠાવ્યા
- રાજ્યમાં બેડ, દવા, ઓક્સિજન અને ઈન્જેક્શનના અભાવે દર્દીના મોત થાય છેઃ લલિત કથગરા
- લલિત કથગરાએ પુત્રના સ્મરણાર્થે 5 મેના રોજ પ્લાઝ્મા ડોનેશન કેમ્પનું આયોજન કર્યું
રાજકોટઃ રાજ્યમાં સરકારની કોવિડ કામગીરી અંગે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કથગરાએ નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સોમવારે અકસ્માતે મૃત્યુ પામેલા તેમના પૂત્રના સ્મરણાર્થે 5મેના રોજ પ્લાઝ્મા ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં રાજ્યમાં બેડ, દવા, ઓક્સિજન અને ઈન્જેક્શનના અભાવે દર્દીના મોત થાય છે. જ્યારે મોરબીની સ્થિતિ તો સૌથી વધારે ખરાબ છે.
આ પણ વાંચોઃ વડોદરામાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારીનું કૌભાંડ ઝડપાયું
રાજકોટ અને મોરબીમાં સુવિધા ન મળતા દર્દીઓએ જામનગર જવું પડે છેઃ કથગરા
ધારાસભ્યએ જણાવ્યું હતું કે, રાજકોટ અને મોરબીમાં બેડની સુવિધા ન મળતા 800 જેટલા દર્દીઓને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવા જવાનો વારો આવ્યો હતો. તે દરમિયાન મોરબી જિલ્લાના દરેક ગામમાં 15 કરતા પણ વધુ લોકોના મોત નીપજ્યા છે. આ સાથે ખાખરેચીમાં 60, વાવડીમાં 70 અને પડધરીનાં નાના એવા ખજુડી ગામમાં પણ 12 દર્દીઓના મોત થયા છે.
આ પણ વાંચોઃ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ 7 હજારમાં એક્સપાયર થયેલા 6 રેમડેસીવીર ઈન્જેક્શન વેચ્યા, 2ની ધરપકડ
ઈન્જેક્શન કૌભાંડ કારનાર આવા લોકોને જાહેરમાં ફાંસીનાં માંચડે લટકાવી દેવા જોઈએઃ કથગરા
કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં બેડનો અભાવ, દવા, ઓક્સિજન અને ઈન્જેક્શનના અભાવે દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. અહીં કોરોનાના કેસ અને મૃત્યુઆંક પણ સૌથી વધુ છે. દરેક ગામડા આજે કોરોના સંક્રમિત છે અને દરેક ગામમાંથી યુવાનો સહિત અનેક લોકોના કોરોનાના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. ઈન્જેક્શન કૌભાંડ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આવી મહામારીમાં આટલું મોટું કૌભાંડ કરનારા કોઈ પણ હોય તેને છાવરવા જોઈએ નહીં અને આવા લોકોને જાહેરમાં ફાંસીનાં માંચડે લટકાવી દેવા જોઈએ.