ETV Bharat / city

મેડિકલના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, રાજકોટ AIIMSમાં ચાલુ વર્ષે અપાશે પ્રવેશ

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં માત્ર રાજકોટને જ AIIMS ફાળવામાં આવી છે. ત્યારે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા શહેરના જામનગર રોડ ખાતે આવેલા પરાપીપળિયા નજીક AIIMS માટેની જમીનની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષથી જ રાજકોટ AIIMS માટે 50 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સરકાર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ AIIMS
રાજકોટ AIIMS
author img

By

Published : Oct 21, 2020, 7:49 PM IST

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં માત્ર રાજકોટ શહેરમાં જ AIIMS(ઓલ ઇન્ડિયા ઇન્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા શહેરના જામનગર રોડ ખાતે આવેલા પરાપીપળિયા નજીક AIIMS માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષથી જ રાજકોટ AIIMSમાં 50 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી છે.

પ્રથમ વર્ષે 50 વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ

રાજકોટ AIIMS વહેલાસર શરૂ થાય તે માટેના તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ચાલુ વર્ષ પ્રાથમિક ધોરણે 50 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. હાલ રાજકોટની PDU મેડિકલ કોલેજ ખાતે બેસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. એટલે કે ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા પાસ કરી હોય, તેમને પણ રાજકોટ AIIMSમાં પ્રવેશ આપવાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ AIIMSમાં ચાલુ વર્ષે અપાશે પ્રવેશ

AIIMS મેડિકલ કોલેજ માટે 18 પ્રોફેસરની ભરતી કરાશે

રાજકોટમાં AIIMS મેડિકલ કોલેજ માટે હાલ 18 આધ્યાપકોની ભરતી પ્રક્રિયા પણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના માટે અધ્યાપકોના ઇન્ટરવ્યૂ પણ થઈ ગયા છે. જે ઇન્ટરવ્યૂમાં પાસ થશે, તે પ્રોફેસરને રાજકોટ AIIMS મેડિકલ કોલેજ માટે નોકરી માટે ઓફર લેટર આપવામાં આવશે. જેથી કરીને ચાલુ વર્ષે જ રાજકોટમાં AIIMS મેડિકલ કોલેજ સમયસર શરૂ થઈ જાય.

રાજકોટ AIIMSનું સંચાલન જોધપુર AIIMS કરશે

રાજકોટમાં AIIMSમાં વિદ્યાર્થીઓના પ્રવેશ અને અધ્યાપકોની ભરતી બાદ, તેનું સંચાલન પ્રાથમિક ધોરણે જોધપુર AIIMS દ્વારા કરવામાં આવશે. જોધપુર AIIMSના તબીબો અને ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ રાજકોટ AIIMSની કાર્ય પદ્ધતિનું સંચાલન કરવામાં આવશે. ત્યારબાદ સરકાર દ્વારા પણ આગળની પ્રક્રિયા ધરવામાં આવશે.

200 એકર જમીન પર રૂપિયા 1200 કરોડના ખર્ચે તૈયાર થશે AIIMS

રાજકોટના પરાપીપડિયા ગામ નજીક અંદાજીત 200 એકર જમીન પર AIIMSનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. જે 750 બેડની ક્ષમતા ધરાવતું હશે. તેમજ અલગ અલગ સુપર સ્પેશિયાલિટી વિભાગો અને આધુનિક ઓપરેશન થિએટર્સ હશે. અંદાજીત રૂપિયા 1200 કરોડના ખર્ચે રાજકોટ AIIMSનું નિર્માણ આગામી દિવસોમાં થશે છે. જેનો સીધો લાભ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના દર્દીઓને થશે.

3 ડિસેમ્બર, 2019 - ETV Exclusieve: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં નિર્માણ થશે AIIMS હોસ્પિટલ

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળ્યા બાદ રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ દિલ્હીથી આવેલા અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટના વર્તમાન સિવિલ સુપ્રીટેન્ડ મનીષ મહેતા પણઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ETV ભારત દ્વારા એઈમ્સને લઈને મનીષ મહેતા સાથે ખાસ વાતચીત કરી હતી.

6 ફેબ્રુઆરી, 2020- રાજકોટમાં મેડિકલ કોલેજની ચર્ચા અંગે દિલ્હી AIIMSની બેઠક

રાજકોટ: શહેરમાં આગમી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સનું નિર્માણ થનાર છે. જેને લઈને આજે દિલ્હી એઇમ્સની ટીમ રાજકોટ ખાતે પહોચી હતી. સિવિલ હોસ્પિટલમાં એઈમ્સની ટીમની સુપ્રીટેન્ડેન્ટ મનીષ મહેતા અને મેડીકલ કૉલેજના ડીન સાથે બેઠક યોજાઈ હતી. જેમાં AIIMS હસ્તકની મેડિકલ કૉલેજ બનાવવા અને તેમજ તેના એડમિશન અંગેના મહત્વના મુદ્દાઓની ચર્ચા થઈ હતી. હાલ એઈમ્સ દ્વારા 50 બેઠકો માટેની એડમિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.