ETV Bharat / city

Rajkot Rape Case: કોર્ટે 7 વર્ષના બાળક સાથે દુષ્કર્મ કરનારા આરોપીને ફટકારી 20 વર્ષની સજા - ગોંડલમાં બાળક સાથે દુષ્કર્મ

શાપર-વેરાવળમાં માસુમ બાળક સાથે દુષ્કર્મ (Rajkot Rape Case) આચરનારને ગોંડલની અદાલતે સજા ફટકારી છે. ઘટનાને લઈને બાળકના પિતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસની ધમધમાટ શરુ થતા અદાલતમાં સાક્ષી પુરાવો રજૂ થયા હતા. કાયદાકીય કલમ હેઠળ કોર્ટે (Gondal Poxo court) સખત કેદની સજા ફરમાવવાનો હુકમ કર્યો છે. શુ હતો બનાવ જૂઓ વિગતવાર..

Rajkot Rape Case : 7 વર્ષના બાળક પર દુષ્કર્મ આચરનારને અદાલતે ફટકારી 20 વર્ષની સજા

author img

By

Published : Apr 22, 2022, 8:47 AM IST

રાજકોટ : રાજકોટના શાપર-વેરાવળમાં 7 વર્ષના બાળક સાથે દુષ્કર્મ (Rajkot Rape Case) આચરનાર આરોપી દિલીપ સરોજને 20 વર્ષની સખત કેદની સજા ગોંડલની પોક્સો અદાલતે ફટકારી છે. જેમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નજીક આવેલા મયુર કારખાનામાં નોકરી કરી ગુજરાન ચલાવતા નેપાળી પરિવારનો 7 વર્ષનો બાળકને 16 ફેબ્રુઆરી 2021 ના રોજ રાત્રીના 08:00 થી 08:30 વાગ્‍યાના સમયે તેની ઓરડી પાસે રમતો હતો. ત્‍યારે દિલીપે બદ (Misdemeanor with Child in Gondal) ઇરાદપૂર્વક બાળકનું અપહરણ કર્યું હતું. અને દર્શન સ્‍ટોરેજ કારખાનાની ઓફીસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.

શાપર-વેરાવળમાં માસુમ બાળક સાથે દુષ્કર્મ આચરનારને ગોંડલની અદાલતે સજા ફટકારી

9 સાક્ષીઓને તપાસવામાં આવ્યા - ઘટના બાદ ભોગ બનનાર બાળકે તેના પિતાને આ બાબતે વાત કરતા પિતાએ આરોપી દિલીપ સરોજ વિરુદ્ધ IPC કલમ 363, 377 તેમજ પોક્સો એક્ટની કલમ 6 મુજબનો ગુનો શાપર-વેરાવળ પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરાવ્યો હતો. ત્યારે આ ગંભીર બનાવ બાદ પોલીસે આરોપી દિલીપની ધરપકડ કરી હતી તેમજ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. જેમાં આ કેસ પોક્સો કોર્ટ ગોંડલ ખાતે ચાલતા સરકારી વકીલ ઘનશ્‍યામ કે. ડોબરિયા દ્વારા સરકાર તરફે દસ્‍તાવેજી (Gondal Rape Case) પૂરાવો રજુ કરવામાં આવ્યો હતો. તેમાં સરકાર તરફે કુલ 9 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Crime in Bhavnagar: ભાવનગર શહેરમાં કાળિયાબીડમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીઓને આજીવન કેદ

અદાલતમાં પુરાવા રજૂ - કોર્ટમાં પુરાવોકીલ ડોબરિયાએ ભોગ (Shaper Veraval Rape Case) બનનાર બાળક, ડોક્ટર જયદીપ ભીમાણી, ડો.દેસાણી, તપાસ કરનાર પોલીસ ઇન્‍સપેક્ટર સંજયસિંહ મહીપતસિંહ જાડેજા તેમજ અન્‍ય સંલગ્ન સાક્ષીઓનો અદાલતમાં પુરાવો નોંધાવ્યો હતો. જેમાં આ બનાવની ગંભીરતા અને બનાવના સંજોગો પૂર્ણ સ્‍વરૂપમાં રેકર્ડ પર ઉપસી આવ્યું હતું. આથી ડોબરીયાએ 7 વર્ષના બાળક પાસેથી કુનેહપૂર્વક અને ધીરજપૂર્વક સમગ્ર ઘટનાક્રમ પોક્સો અદાલત (Gondal Poxo court) સમક્ષ આવરી લેવામાં સફળતા મેળવી હતી.

આ પણ વાંચો : Surat Rep Case : સુરતમાં ફરી એકવાર પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ

સજા ફરમાવવાનો હુકમ - બનાવની સત્‍ય હકીકતને અદાલત સમક્ષ સમર્થનકારી પુરાવો મળ્યો હતો અને આમ અદાલતે મુખ્‍યત્‍વે ભોગ બનનાર બાળકની જુબાની, ફરિયાદી તેમજ તેઓના ધર્મપત્‍નીની જુબાની તેમજ ડોક્ટર જયદીપ ભીમાણી તેમજ ડૉ. દેસાણી, તપાસ કરનાર પોલીસ ઇન્‍સપેક્ટર સંજયસિંહ મહીપતસિંહ જાડેજાની જુબાનીને પુરાવામાં ગ્રાહ્ય રાખી હતી. તેમજ પોક્સો અદાલતે લક્ષમાં રાખી આરોપી દીલીપ સરોજ (હાલ રહે. પડવલા, તાલુકો-કોટડાસાંગાણી, મૂળ રહેવાસી ઉતરપ્રદેશ) ને IPC કલમ 363, 377 તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબના ગંભીર ગુનામાં તકસીરવાન ઠરાવી પોક્સો જજ વી.કે. પાઠકે 20 વર્ષની સખત કેદની સજા ફરમાવવાનો હુકમ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.