ETV Bharat / city

ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી, દલાલ અને ખેડૂત મંડળ ભારત બંધને ટેકો આપી બંધમાં જોડાશે

author img

By

Published : Dec 7, 2020, 6:03 PM IST

સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી મંડળ, દલાલ મંડળ અને ખેડૂત મંડળ ભારત બંધના એલાનને ટેકો આપી બંધમાં જોડાનાર છે. જોકે સત્તાવાર રીતે માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા બંધના એલાનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી, દલાલ, અને ખેડૂત મંડળ ભારત બંધને ટેકો આપી બંધમાં જોડાશે

  • 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન
  • ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધમાં જોડાશે જોકે સત્તાવાર જાહેરાત નહીં
  • ખેડૂતો સ્વૈચ્છિકપણે વેચાણ કે ખરીદી માટે ન આવે તો વાતાવરણ બંધ જેવું જ રહેશે

    ગોંડલઃદિલ્હીમાં પંજાબના કિસાનો દ્વારા ચાલી રહેલા આંદોલનની મધ્યે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધને સમર્થન આપવા માટે ગુજરાતના ખેડૂતો દ્વારા પણ નિર્ણય લેવામાં આવી રહ્યાં છે કે જોડાવું કે નહીં. ત્યારે કિસાનો દ્વારા અપાયેલા બંધના એલાનમાં સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી મંડળ, દલાલ મંડળ અને ખેડૂત મંડળ બંધને ટેકો આપી બંધમાં જોડાનાર છે. જ્યારે આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વેપારી દલાલો અને ખેડૂતો પોતાની રીતે સ્વૈચ્છિક બંધમાં જોડાયાં છે તેવું દલાલ મંડળના મુકેશભાઈ સતાસિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

    જ્યારે માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા બંધનું એલાન અપાયું છે ખેડૂતો સ્વૈચ્છિકપણે જ વેચાણ ખરીદી માટે ન આવે તો વાતાવરણ બંધ જેવું જ રહેશે. અલબત્ત સત્તાવાર રીતે માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા બંધના એલાનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.