રાજકોટ: વર્તમાન સમયે કોઈપણ સમાજમાં લગ્નની સિઝનમાં દેખાદેખીમાં ચા નાસ્તાથી લઈ જમણવારમાં ખોટા ખર્ચ કરાતા હોય છે. જેના કારણે સમાજના ઘણા કુટુંબને વિના કારણે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવું પડતું હોય છે.
આવી પરિસ્થિતિ લોહાણા સમાજમાં ન ઉદભવે તે માટે સમાજના પ્રમુખ દીપકભાઈ સોનપાલ દ્વારા પોતાના જન્મદિવસ ઉપર એક અનોખી જાહેરાત કરી છે. પ્રમુખે જણાવાયું છે કે, જો લોહાણા સમાજમાં આદર્શ વિધિથી લગ્ન કરવામાં આવશે તો વર અને કન્યા પક્ષનાના 25 -25 લોકોના નાસ્તા તેમજ જમણવારનો ખર્ચ પોતાના તરફથી આજીવન ઉઠાવવામાં આવશે. પ્રમુખની જાહેરાતથી લોહાણા સમાજમાં હર્ષની લાગણી છવાઈ છે.