ETV Bharat / city

રાજકોટમાં ગેંગરીનના કેસમાં વધારો, 15 દિવસમાં 10 દર્દીઓના પગ કાપવા પડ્યા - ગેંગરીનના કેસ

દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. હજુ કોરોના ગયો નથી ત્યાં મ્યુકરમાઇકોસીસ રોગ બાદ ગેંગરીનના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ રોગને કારણે છેલ્લા પાંચ વર્ષમાં 250 જેટલા દર્દીઓના પગ કાપવા પડ્યા હતા તેવું ગેંગરીન રોગના નિષ્ણાંત ડો. વિભાકર વચ્છરાજાણીએ જણાવ્યું હતું.

કોરોના બાદ ડ્રાય ગેંગરીનના કેસમાં વધારો
કોરોના બાદ ડ્રાય ગેંગરીનના કેસમાં વધારો
author img

By

Published : May 26, 2021, 2:28 PM IST

  • મ્યુકરમાઇકોસીસ બાદ હવે ગેંગરીનના કેસમાં પણ વધારો
  • કોરોના બાદ ડ્રાય ગેંગરીનના કેસમાં વધારો
  • 250 જેટલા દર્દીઓના પગ કાપ્યા

રાજકોટ: દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. તેમજ હજુ પણ આ બીજી લહેર સંપૂર્ણ રીતે પૂરી થઇ નથી. ત્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન અન્ય રોગોના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં મ્યુકર માઇકોસીસ બાદ હવે ગેંગરીનના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા પંદર દિવસમાં 10 જેટલા દર્દીઓના પગ ગેંગરીનના કારણે કાપવાની નોબત આવી છે. ત્યારે હજુ પણ ગેંગના કેસમાં ધીમે-ધીમે વધારો જોવા મળી રહ્યો છે.

મ્યુકરમાઇકોસીસ બાદ હવે ગેંગરીનના કેસમાં પણ વધારો

આ પણ વાંચો: અમદાવાદ સિવિલમાં કોરોના, મ્યુકરમાઇકોસીસ અને ગેંગરિનના પણ કેસ જોવા મળ્યા

લોહી ગઠ્ઠાવના કારણે થાય છે ગેંગરીન

રાજકોટના જાણીતા સર્જન ડો. વિભાકર વછરાજાનીએ ETV Bharatને જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર બાદ હાલ ગેંગરીનના કેસમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં કોરોનાની લાંબી સારવાર દરમિયાન દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોય અને ડી-ડાયમર રિપોર્ટના કારણે લોહી ગંઠાવાની પ્રક્રિયા થતી હોય છે. જેના કારણે લોહી જાડું થઈ જાય છે અને ત્યારબાદ ગેંગરીન જેવા રોગની સમસ્યાઓ ઊભી થાય છે. હાલ મોટા પ્રમાણમાં ગેંગરીનના દર્દીઓ તેમની પાસે સારવાર લેવા માટે આવી રહ્યા છે. જ્યારે કોરોના પૂર્વે આ ગેંગરીનના કેસ ઓછા જોવા મળતા હતા, પરંતુ કોરોનાની બીજી લહેર બાદ ગેંગરીનના કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

છેલ્લા 15 દિવસમાં 10 દર્દીઓના પગ કાપવા પડ્યા

ગેંગરીનના રોગની સમસ્યા વધવાના કારણે હવે દર્દીઓના અંગ કાપવાનો વારો આવ્યો છે. ત્યારે ડો.વછરાજાનીએ જણાવ્યું હતું કે, છેલ્લા પંદર દિવસમાં અમારે 10 જેટલા દર્દીઓના ગેંગરીનના કારણે પગ કાપવા પડ્યા છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં અમે 250 જેટલા દર્દીઓના પગ કાપ્યા હતા. કોરોનાની બીજી શહેરમાં સતત ગેંગના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે મોટા પ્રમાણમાં ગેંગરીન પગમાં જ જોવા મળી રહ્યા છે. તેમજ કોરોના બાદ ડ્રાય ગેંગરીનના કેસમાં વધારો જોવા મળ્યો છે. જે એક ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: મ્યુકરમાઇકોસીસની અસર મગજ પર થાય ત્યારે જ ઇન્જેક્શનની જરૂર: ડૉ. સુભાષ અગ્રવાત

દર્દીને લોહી પાતળું કરવાના ઇન્જેક્શન આપવાથી ગેંગરીન ટાળી શકાય

ડો. વછરાજાનીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ 10માંથી 8 જેટલા દર્દીઓને ડ્રાય ગેંગરીન થાય છે. જ્યારે બે જેટલા દર્દીઓને રસી સાથેનું ગેંગરીન જોવા મળે છે, પરંતુ ગેંગરીન અટકાવવા માટે કોરોનાની સારવાર દરમિયાન આઇસીયુમાં લાંબો સમય રહેવાના કારણે અને ત્યારબાદ ડી-ડાયમર રિપોર્ટ કરવામાં આવે છે. તેમાં જે દર્દીઓનું ડાઇમર વધુ આવે ત્યારે તે દર્દીઓને લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન આપવું જોઈએ. તેમજ આવા આવા દર્દીઓને વધારે પ્રમાણમાં પ્રવાહી લેવાના કારણે લોહી પાતળું રહે છે. જેના કારણે આપણે ગેંગને સહેલાઈથી ટાળી શકીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.