ETV Bharat / city

સૌથી નાની વયની બાળકીમાં મ્યુકરમાઈકોસિસ, રાજકોટ સિવિલમાં કરાઈ સર્જરી - rajkot news

ગીર સોમનાથના તાલાળા પાસેના કુચિયા ગામની માત્ર 12 વર્ષની દિકરીને પહેલા તાવ આવ્યો હતો ત્યારબાદ નાકમાં ફંગલ ઈન્ફેક્શન થયું હતું. જેથી તેમના પરિવારને ફંગલ ઈન્ફેક્શનની જાણ થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિકરીની સર્જરી કરાવી હતી.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કરાઈ સર્જરી
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કરાઈ સર્જરી
author img

By

Published : May 28, 2021, 11:01 AM IST

Updated : May 28, 2021, 7:00 PM IST

  • સૌથી નાની વયની બાળકીમાં મ્યુકોરમાઈકોસીસ
  • રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કરાઈ સર્જરી
  • તેના પરિવારમાં કોઇને હજુ સુધી કોરોના થયો નથી

રાજકોટઃ કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો હતો. ત્યારબાદ મ્યુકોરમાઇકોસીસના કેસમાં વધારો જોવા મળ્યો હતો. મ્યુકોરમાઇકોસીસના કેસમાં વધારો થતા જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ રોગ માટે એક આખો 500 બેડનો અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.

સૌથી નાની વયની બાળકીમાં મ્યુકરમાઈકોસિસ
સૌથી નાની વયની બાળકીમાં મ્યુકરમાઈકોસિસ

હાલ સૌથી નાની વયની દર્દી

હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ત્યારે ગીર સોમનાથના તાલાળા પાસેના કુચિયા ગામની માત્ર 12 વર્ષની દિકરીને નાકમાં ફંગલ ઈન્ફેક્શન થતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરાઈ છે. જે હાલ સૌથી નાની વયની દર્દી છે.

આ પણ વાંચો: જબલપુરઃ કાળા અને સફેદ ફંગસ બાદ હવે લીલો, ગુલાબી અને લાલ ફંગસ પણ મળ્યા

12 વર્ષની બાળકીને નાકમાં ફંગલ ઈન્ફેક્શન

થોડા દિવસ પહેલા આ 12 વર્ષની બાળકીને તાવ આવ્યો હતો. ત્યારબાદ આ તાવ તેને ન ઉતરતા કોરોનાનો રિપોર્ટ પણ કરાવવામાં આવ્યો હતો. જે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેને લઈને આ બાળકીને પરિવારના સભ્યો રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા અને MRI કરાવ્યું હતું. જેમાં સામે આવ્યું કે આ બાળકીને ફૂગનું ઈન્ફેક્શન છે. બાળકીને ફૂગનું ઇન્ફેક્શન સામે આવતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: બાળકોમાં મ્યુકોરમાઈકોસીસનો પ્રથમ કેસ, અમદાવાદના 15 વર્ષીય બાળકને દાંતના ભાગે ઈન્ફેક્શન

સિવિલ હોસ્પિટલમાં બાળકીની કરાઈ સર્જરી

આ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેનું બુધવારે રાત્રે ઓપરેશન કરાયું હતું. જો કે હવે આ 12 વર્ષની બાળકીની હાલત સ્વસ્થ છે. રાજ્યમાં અત્યાર સુધીના નોંધાયેલા દર્દીઓમાં આ સૌથી નાની વયની મ્યુકોરમાઇકોસીસની દર્દી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ 12 વર્ષની બાળકી કે તેના પરિવારમાં કોઇને હજુ સુધી કોરોના થયો નથી. જ્યારે આ બાળકીને મ્યુકોરમાઇકોસીસ થતા તેનો પરિવાર ચિંતામાં મૂકાયો છે.

Last Updated : May 28, 2021, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.