- રાજ્યના 71 લાખ પરિવારને મફતમાં અનાજ વિતરણ
- નવેમ્બર સુધી અનાજ આપવામાં આવશે
- રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અનાજનું વિતરણ કરાશે
રાજકોટ: સરકારે કોરોનાની મામહામારીને ધ્યાને રાખી ગત વર્ષ ની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સમગ્ર મામલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સાંભળતા કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આવતીકાલથી રાજ્યના 71 લાખ પરિવારને મફ્તમાં અનાજ વિતરણ કરવામાં આવશે. નવેમ્બર સુધી અનાજ આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અનાજનું વિતરણ કરાશે.
આધારકાર્ડ લિંકઅપ કરવાની પ્રક્રિયા
રાજ્ય સરકાર તરફથી જે અનાજની વિતરણ કરવામાં આવે છે તે ચાલુ રહેશે. આવતીકાલથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ 71 લાખ જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી પણ અનાજ વિતરણ કરવામાં આવશે. તમામ કાર્ડધારકોના નંબર અને વસ્તી સાથે આધારકાર્ડ લિંક કરવામાં આવ્યા છે. જે કાર્ડધારકો પાસે આધારકાર્ડ નથી તેમના પણ આધારકાર્ડ લિંકઅપ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેથી વધુથી વધુ લોકોને અનાજ મળી શકે અને લોકો કોરોના જેવા કાળમાં પણ મફતમાં અનાજ મેળવી શકે.
આ પણ વાંચો: અરવલ્લી પુરવઠા વિભાગે ઘર-ઘર સુધી પહોચાડ્યું રાશન