ETV Bharat / city

રાજકોટમાં ખેડૂતોએ શરૂ કરી કાળા ઘઉંની ખેતી

author img

By

Published : Mar 12, 2021, 2:04 PM IST

સામાન્ય રીતે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સોનેરી રંગના ઘઉંની ખેતી કરવામાં આવે છે, પરંતુ હવે કાળા રંગના ઘઉંની ખેતી પણ શરૂ થઈ છે. જેતપુર તાલુકાના ખીરસરા ગામના ખેડૂતો દ્વારા કાળા રંગના ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે.

રાજકોટમાં ખેડૂતોએ શરૂ કરી કાળા ઘઉંની ખેતી
રાજકોટમાં ખેડૂતોએ શરૂ કરી કાળા ઘઉંની ખેતી

  • ડાયાબિટીસ સહિતની બિમારીઓના દર્દીઓ માટે ગુણકારી છે કાળા ઘઉં
  • પંજાબ અને હરિયાણામાં સૌથી વધુ થાય છે કાળા ઘઉંનું ઉત્પાદન
  • ખેડૂતો માટે કાળા ઘઉંનું વાવેતર ફાયદાકારક થઈ રહ્યું છે સાબિત

રાજકોટ: જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં ઘણા ખેડૂતોએ કાળા ઘઉંની ખેતી શરૂ કરી છે. ઘઉંની આ પ્રજાતિમાં ઝીંક, આયર્ન સહિત ઘણા પોષક તત્વો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત તે શુગર, બ્લડ પ્રેશર, સંધિવા અને મેદસ્વીપણાં જેવા રોગોના નિયંત્રણ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. આ ઘઉં સામાન્ય ઘઉં કરતાં ત્રણથી ચાર ગણાં વધુ મોંઘા છે.

આ ખેડૂતોને સોશિયલ મીડિયાથી કાળા ઘઉંની ખેતીની ખબર પડી

ખેડૂત પ્રતાપભાઈ વાંકના જણાવ્યા પ્રમાણે, તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી કાળા ઘઉં વિશે માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે ભ્યાળ ગામમાંથી આ વિશિષ્ટ પ્રજાતિના ઘઉંના બીજ મેળવ્યા હતા. એક વીંઘામાં 40થી 45 મણની ઉપજ થાય છે. તે પ્રતિ મણ 800થી 900 રૂપિયાના દરે વેચાઈ શકે છે. જોકે, તેના ઉત્પાદન માટે સામાન્ય ઘઉં જેવી જ માવજત કરવી પડતી હોવાથી ઉત્પાદન ખર્ચમાં મોટો તફાવત જોવા નથી મળતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં આ પ્રકારના કાળા ઘઉંનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેમના સિવાય ખીરસરા ગામના જ વિનુભાઈ કથીરિયાએ પણ તેમના ખેતરમાં એક પ્રયોગ રૂપે કાળા ઘઉંનું વાવેતર કર્યું છે.વિનુભાઈએ જણાવ્યું કે, તેમના ડોક્ટર ભાઈએ તેમને એ પણ માહિતી આપી હતી કે આ ઘઉંનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ખુબ જ ફાયદો થાય છે.

આ પણ વાંચો: રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં નવી આવક પર રોક

એંથોસાયનીનની માત્રા વધારે હોવાને કારણે આ ઘઉંનો રંગ કાળો છે

આ ઘઉંની વિશેષતા એ છે કે, તેનો રંગ કાળો છે. જોકે, શરૂઆતમાં આ ઘઉમંનો પાક સામાન્ય ઘઉંની જેમ જ લીલા રંગનો હોય છે, પરંતુ આનાજનો રંગ પાકે ત્યારે તે કાળો થઈ જાય છે. ફળો, શાકભાજી અને અનાજનો રંગ તેમાં રહેલા છોડના રંગદ્રવ્યો અથવા રંગદ્રવ્યના કણોની માત્રા પર આધારિત છે. કાળા ઘઉંમા એંથોસાયનીન નામના રંગદ્રવ્યો હોય છે. જેના કારણે તે કાળા રંગના થઈ જાય છે. એંથોસાયનીના વધુ પ્રમાણને લીધે ફળો, શાકભાજી અને અનાજનો રંગ વાદળી, જાંબુડીયો અથવા કાળો થઈ જાય છે.

આ પણ વાંચો: રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની થઇ મબલક આવક

બજારમાં 250 રૂપિયા પ્રતિ કિલોનાં ભાવે વેચાય છે લોટ

ઇ-કોમર્સ વેબસાઇટ દ્વારા પણ કાળા ઘઉંનું વેચાણ કરવામાં આવે છે. કાળા ઘઉંનો લોટ અંદાજિત 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યો છે, ત્યારે ખેડૂતો દ્વારા રાજ્ય સરકારને અપીલ કરવામાં આવી છે કે, આ અલગ પ્રજાતિના ઘઉંના વાવેતર તેમજ વેચાણમાં ખેડૂતોને બનતી મદદ કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.