ETV Bharat / city

Exclusive - રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ સાથે ETV BHARATની ખાસ વાતચીત

રાજકોટ જિલ્લામાં હાલ બે મોટા પ્રોજેક્ટ કાર્યરત છે જેમાં રાજકોટ AIIMS અને રાજકોટ ઇન્ટેરનેશનલ એરપોર્ટનો સમાવેશ થાય છે. હાલ રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણ ભલે ઓછું થયું હોય, પરંતુ કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona)ની આશંકા છે. આવા સમયે રાજકોટ જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર અરૂણ મહેશ બાબુ (Arun Mahesh Babu)એ ETV BHARATA સાથે કયા કાર્યોને પ્રાધાન્ય આપશે અને આગામી સમયમાં કેવી રણનિતિ હશે? તે અંગે ચર્ચા કરી હતી.

arun mahesh babu
arun mahesh babu
author img

By

Published : Jun 25, 2021, 4:23 PM IST

Updated : Jun 25, 2021, 7:24 PM IST

  • રાજકોટના નવ નિયુક્ત કલેક્ટર સાથે ETV BHARATની ખાસ વાતચીત
  • કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે આરોગ્ય સેવાને આપશે પ્રથમિકતા
  • મોટા પ્રમાણમાં વેક્સિનેશન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ - અરૂણ મહેશ બાબુ

રાજકોટ: તાજેતરમાં જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓના IAS અધિકારીઓની અરસપરસ બદલી થઇ છે. જ્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે અરુણ મહેશ બાબુએ પોતાનો ચાર્જ વિધિવત રીતે સંભાળી લીધો છે. ત્યારે રાજકોટના નવનિયુક્ત કલેકટર અરુણ મહેશ બાબુ સાથે ETV BHARATAએ ખાસ વાતચીત કરી હતી. જેમાં અરુણ મહેશ બાબુએ રાજકોટમાં પ્રથમ પ્રાયોરિટી વેક્સિનેશન અભિયાનને આપવાની વાત કરી છે. આ સાથે Rajkot AIIMS પ્રોજેક્ટ અને હીરાસર એરપોર્ટ ( Hirasar Airport )ની કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં વેક્સિનેશન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે. તેમજ કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona)સામે લડવા માટેની પણ તૈયારી તેમણે દર્શાવી છે.

વેક્સિનેશન ઓછું ત્યાં ડ્રાઇવ યોજવામાં આવશે

રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ તાલુકાઓમાં વેક્સિનેશન ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે. આ અંગે અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, SP સહિતના તાલુકાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ જે તાલુકામાં કોરોના વેક્સિનેશનનું પ્રમાણ ઓછું છે, ત્યાં ડ્રાઇવ યોજવામાં આવશે. આમ આ તાલુકાઓમાં વધુમાં વધુ લોકો કોરોના વેક્સિન લે તેવા પ્રયત્ન રહેશે, જે માટે રોજકોટ પોલીસ તંત્રનો પણ સહયોગ લેવામાં આવશે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના અંગે ફેલાયેલી અંધશ્રદ્ધાને દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.

રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ સાથે ETV BHARATની ખાસ વાતચીત

Rajkot AIIMS અને Hirasar Airport પ્રોજેક્ટ પર વિશેષ ભાર અપાશે

રાજકોટમાં હાલ બે નેશનલ લેવલના પ્રોજેક્ટ પ્રગતિમાં છે. જેમાં રાજકોટ એઇમ્સ ( Rajkot AIIMS ) અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ( Rajkot International Airport )નો સમાવેશ થાય છે. આ બન્ને પ્રોજેક્ટ પર કામગીરી શરૂ છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આ અંગે જણાવ્યું હતું કે, આપણે આ બન્ને પ્રોજેક્ટ સહિતના જે પણ નેશનલ પ્રોજેક્ટ છે, તે તમામ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ પ્રોજેક્ટ અંગેની બેઠકો પણ યોજાશે. આગામી દિવસોમાં આ પ્રોજેક્ટની ફિલ્ડ વિઝિટ પણ કરીશું અને વહેલીતકે આ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થાય, તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવશે.

કોરોનાની ત્રીજી લહેર માટેની કામગીરી પર રહેશે ચાંપતી નજર

કોરોનાની બીજી લહેર દેશના અનેક રાજ્યો માટે ઘાતક રહી છે. આગામી દિવસોમાં આરોગ્ય સંસ્થાઓ દ્વારા કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona)ની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇને રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજકોટ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર હાલ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે સક્ષમ છે. તેમજ આ અગાઉના કલેક્ટર રેમ્યા મોહને જે કામગીરી કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona) માટે કરી છે, તે શરૂ રાખવામાં આવશે. તેમજ જરૂર જણાય તો આ અંગેની વધારાની કામગીરી પણ આપણે કરશું. જ્યારે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર કરવાની શક્યના પગલે જિલ્લામાં બાળકો પર સર્વે હાથ ધરવામાં આવશે. આ બાળકોને જરૂર જણાય તો રિવર્સ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. આ સાથે બાળકો માટે અલગ હોસ્પિટલ શરૂ કરવાની તૈયારી છે.

ETV BHARATના માધ્યમથી લોકોને વેક્સિન લેવાની રાજકોટ કલેક્ટર દ્વારા અપીલ

રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ ETV BHARATના માધ્યમથી 18થી 45 વર્ષના લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા અને કોરોના વેક્સિનેશન અભિયાનમાં સહકાર આપવા માટે પણ અપીલ કરી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વેક્સિનેશન અભિયાનને જ પ્રાધાન્ય આપવામાં આવશે.

આ પણ વાંચો -

Last Updated : Jun 25, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.