ETV Bharat / city

શક્તિ વંદના : વિદ્યાર્થીઓની સફળતાને પોતાની સફળતા ગણતા શ્રેષ્ઠ શિક્ષક એટલે વનિતાબેન રાઠોડ

આપણા સમાજમાં શિક્ષકોનું એક આગવું જ મહત્ત્વ છે. એટલે જ કવિ કબીરે કહ્યું હતું કે, 'ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ અપને ગોવિંદ દિયો બતાય' એટલે કે, ગુરુ અને ઈશ્વર બંને ઉભા હોય ત્યારે કોને સૌપ્રથમ પ્રણામ કરવું જોઈએ. કહેવાય છે કે, સૌપ્રથમ ગુરુને પ્રણામ કરવું જોઈએ. કારણ કે, ગુરુનું સ્થાન ઈશ્વરથી પણ ઉપર છે. ગુરુના કારણે જ ભગવાનના દર્શન થાય છે. ત્યારે ETV Bharatના શક્તિ વંદના (Shakti Vandana) કાર્યક્રમ અંતર્ગત રાજકોટના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ (Best Teacher Award) જીતનારાં વનિતાબેન રાઠોડ સાથે વાતચીત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે તેમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ (Best Teacher Award) આપ્યો છે. તો તેમણે આજની સ્ત્રી કઈ રીતે સમાજમાં આગળ વધી શકે તેમ જ અન્ય મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

વિદ્યાર્થીઓની સફળતાને પોતાની સફળતા ગણતા શ્રેષ્ઠ શિક્ષક એટલે વનિતાબેન રાઠોડ

author img

By

Published : Oct 13, 2021, 3:14 PM IST

  • ETV Bharatના શક્તિ વંદના (Shakti Vandana) કાર્યક્રમમાં રાજકોટના શ્રેષ્ઠ શિક્ષકની વાતચીત
  • કેન્દ્ર સરકાર (Central Government) તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ (Best Teacher Award) જીતનારા વનિતાબેન રાઠોડ સાથેની વાતચીત
  • વનિતાબેને કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓને ઘરેઘરે પુસ્તકો પહોંંચાડ્યા હતા

રાજકોટઃ સમગ્ર રાજ્યમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે ETV Bharatની ટીમ શક્તિ વંદના (Shakti Vandana) કાર્યક્રમ અંતર્ગત વિશેષ વ્યક્તિઓ સાથે વાતચીત કરી રહી છે. તો આ વખતે ETV Bharatની ટીમ શક્તિ વંદના (Shakti Vandana) કાર્યક્રમ હેઠળ કેન્દ્ર સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જીતનારા વનિતાબેન રાઠોડ સાથે વાતચીત કરી હતી. તે સમયે વનિતાબેને પોતાની સફળતાનો મંત્ર અને વિદ્યાર્થીઓ તેમ જ સમાજને ઉપયોગી મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. તો આવો જાણીએ વનિતાબેને શું કહ્યું?

પ્રશ્ન: તાજેતરમાં જ કેન્દ્ર સરકારે તમને શ્રેષ્ઠ એવોર્ડ આપ્યો છે. તો આ એવોર્ડ કયા પ્રકારના કાર્ય માટે આપવામાં આવ્યો છે?

જવાબ: રાજકોટમાં વિનોભા ભાવે શાળા (Vinoba Bhave School) નંબર 93એ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલન સરકારી શાળા છે, જેનો અમે લોકભાગીદારી અને લોકસહયોગથી વિકાસ કર્યો છે. અમારી શાળાના શિક્ષકો અને મારા પ્રયાસોથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતામાં વધારો થયો છે. જ્યારે વિવિધ સ્પર્ધામાં અને ઉચ્ચ ક્ષેત્રે અમારી શાળાના બાળકો સ્થાન મેળવી રહ્યા છે. જ્યારે આ બાળકીના આરોગ્ય માટે અમારી શાળામાં ખાસ તકેદારી લેવામાં આવે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને વિવિધ તકો પણ પુરી પાડવામાં આવે છે. જ્યારે હું શાળામાં આવી ત્યારે 300ની સંખ્યા હતી. અત્યારે આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 800 જેટલી થઈ ગઈ છે.

વિદ્યાર્થીઓની સફળતાને પોતાની સફળતા ગણતા શ્રેષ્ઠ શિક્ષક એટલે વનિતાબેન રાઠોડ

આ પણ વાંચો- છઠ્ઠું નોરતું : ઋષિ કાત્યાયનને વરદાનમાં દિકરી તરીકે મહાશક્તિ માઁ દુર્ગા મળ્યા

પ્રશ્ન: સરકારી શાળા જે વિશિષ્ટ છે, જેમાં તમે શું કાર્ય કર્યા છે અને કેવી રીતે તે વિશિષ્ટ બની છે?

જવાબ: અમારી શાળામાં દરેક બાળકો પાસે લેશન ડાયરી છે. તેમ જ આ તમામ બાળકોનું શૈક્ષણિક કાર્ય તેમના માતાપિતા સુધી પહોંચાડવામાં આવે છે. જ્યારે અમારી શાળા સતત નવુંનવું કરવા પ્રયત્નશીલ રહે છે. શાળામાં કોઈ વિદ્યાર્થીનો જન્મદિવસ હોય તો તે વિદ્યાર્થી શાળામાં ચોકલેટની જગ્યાએ કોઈ પુસ્તક શાળાને ભેટમાં આપે છે, જેના કારણે સમાજની સાથે આ વિદ્યાર્થીઓ પણ પોતાનો ફાળો શાળાના વિકાસ માટે આપે છે. જ્યારે શાળામાં સ્પોર્ટસ ગ્રાઉન્ડ પણ છે, જેનો પણ વિદ્યાર્થીઓ લાભ લે છે. આમ, અમારી શાળાના શિક્ષકો ઓન બાળકની અંદર રહેલી સુષુપ્ત શક્તિ વિકસે તે માટે કાર્ય કરતા રહે છે.

આ પણ વાંચો- બીજું નોરતું : માતા બ્રહ્મચારિણીની તપસ્યા શક્તિનું વરદાન પામવાનો અવસર

પ્રશ્ન: કોરોનામાં ઓફલાઈન શિક્ષણ બંધ હતું. માત્ર ઓનલાઈન શિક્ષણ (Online Education) શરૂ હતું, પરંતુ આ શિક્ષણના કારણે ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા હતા. તે દરમિયાન તમે વિદ્યાર્થીઓને ઘરે ઘરે પુસ્તક કઈ રીતે પહોંચાડ્યા હતા?

જવાબ: કોરોના કાળ દરમિયાન શિક્ષણ કાર્ય ઓનલાઈન શરૂ હતું અને શિક્ષકો પણ એવા સમયે બાળકોને માત્ર પાઠ્યપુસ્તકોનું શિક્ષણ છે. તે પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા હતા. જેવા સમયે અમારી શાળાની અદ્યતન લાઈબ્રેરીમાં એવા ઘણા પુસ્તકો હતા, જે કબાટમાં બંધ હતા. તે સમયે મને વિચાર આવ્યો કે, આ પુસ્તકો જો બાળકો સુધી પહોંચી શકે તો તેમના સમયનો સદ્ઉપયોગ થાય અને તેમનામાં સારા વિચારોનું પણ સિંચન થાય, જેને લઈને દરેક બાળકો સુધી આ લાઈબ્રેરીના પુસ્તકો પહોંચાડવામાં આવ્યા હતા. બાળકોએ આ પુસ્તક વાંચ્યા પછી તેનો સાર મને એક વીડિયો બનાવી મોકલ્યો હતો. આ પુસ્તકોમાં ખાસ ભારતના સ્વતંત્રસેનાનીઓ અને દેશના ઘડવૈયાના જીવન ચરિત્ર છે. તે બાળકોના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. કારણ કે, બાળકોને પણ આવા સમયે ખૂબ જ હિંમતની જરૂર હતી. જ્યારે આ બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ આ પરિસ્થિતિમાં ક્યાંય ચિંતામાં ન આવી જાય તે ખાતે આવી પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

પ્રશ્ન: હાલ શિક્ષણ કાર્યમાં છો અને એક શ્રેષ્ઠ શિક્ષકનો પણ તમને એવોર્ડ મળ્યો છે. હવે બીજા કોઈ બીજી સિદ્ધિ હાંસલ કરવાની આશા-અપેક્ષા છે?

જવાબ: સતત કાર્ય કરતા રહેવું સને સતત નવું શીખવું એ મારો એક શોખ છે. જ્યારે મેં જે કાર્ય કર્યા છે. તેની સરકારે નોંધ લીધી તે માટે હું સરકારની આભારી છું. હાલમાં હું 2 પ્રોજેકટ પર કામ કરી રહી છું. જ્યારે એક શિક્ષકની સફળતા તેના વિદ્યાર્થીઓની સફળતામાં રહેલી છે. મને અપેક્ષા છે કે, મારા વિદ્યાર્થીઓ અહીંથી ભણીને ખૂબ ઉંચી સિદ્ધિ હાંસિલ કરે તેઓ IAS અને IPS જેવા ઉચ્ચ હોદ્દા સુધી પહોંચે.

પ્રશ્ન: અત્યારની પરિસ્થિતિ મુજબ, ઘણી સ્ત્રીઓ અત્યાચાર સહિતની પ્રવૃત્તિનો ભોગ બનતી હોય છે અને તેમાંથી આગળ વધતી હોય છે, તમે સ્ત્રીઓને શું સંદેશ આપશો?

જવાબ: બહેનો માટે એક જ સંદેશ છે કે, વિચાર ભાગ્યનું બીજું નામ છે. આપણે જેવું વિચારીએ એવું થાય છે. ત્યારે સ્ત્રીઓએ હકારાત્મક વલણ રાખવું જોઈએ. જ્યારે સ્ત્રી છે. એક સ્ત્રીનું સ્વરૂપ છે અને સહનશીલતાની મૂર્તિ છે. જ્યારે સ્ત્રી એક સાથે 2 કૂળને તારે છે. જ્યારે એક માતા છે. તે 100 શિક્ષકની ગરજ સારે છે, પરંતુ સ્ત્રીઓએ પોતાના પર વિશ્વાસ રાખીને પોતાના માટે પણ સમય કાઢવો જોઈએ અને નવુંનવું શીખતાં રહેવું જોઈએ. તેમ જ પોતાના મુકામ પણ આગળ વધવું જોઈએ.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.