- રાજકોટ કોરોનાની ત્રીજી લહેર અને મ્યુકરમાઈકોસીસ મહામારી પહોંચી વળવા સહજ
- બાળકો માટે અલગથી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે
- રાજકોટમાં મ્યુકરમાઈકોસીસ મહામારી સામે આગોતરી તૈયારી શરૂ કરી દેવામાં આવી
રાજકોટ: સૌરાષ્ટ્રમાં કોરોના અને મ્યુકરમાઈકોસીસ હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેર અને મ્યુકરમાઈકોસીસ મહામારીને પહોંચી વળવા કલેક્ટર તંત્રએ પુરતી તૈયારી શરૂ કરી છે. અન્ય મહાપાલિકાની જેમ રાજકોટમાં પણ બાળકો ઉપર જોખમી છે તેની સામે બે દિવસમાં જ હોસ્પિટલ નક્કી કરવામાં આવશે. તંત્ર હાલ સજ્જ બન્યું છે. બાળકો માટે અલગથી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.
આ પણ વાંચો: ઉત્તરાખંડે પણ મ્યુકરમાઈકોસિસને મહામારી જાહેર કરી
મ્યુકરમાઈકોસિસ મહામારી સામે આગોતરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે
કલેક્ટર રેમ્યા મોહને મીડિયા સમક્ષ વધુમાં જણાવ્યું હતુ કે દર્દીઓને હાલાકી સહન ન કરવી પડે તે માટે તંત્ર દ્વારા રાજકોટમાં મ્યુકરમાઈકોસીસ મહામારી સામે આગોતરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. શહેરની તમામ હોસ્પિટલમાં ઓક્સિજનની પણ માત્રા પૂરતા પ્રમાણમાં રાખવામાં આવી છે. જ્યારે મોટી હોસ્પિટલોમાં ઓકિસજનના પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. સિવીલમાં આજે મીની પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. જ્યારે બાળકો ઉપર જોખમી છે તેની સામે બે દિવસમાં જ હોસ્પિટલ નક્કી કરવામાં આવશે. બાકી હાલ શહેરમાં બેડ, વેન્ટીલેટર પુરતા પ્રમાણમાં છે.
આ પણ વાંચો: મહેસાણામાં કોરોના મહામારી અને મ્યુકોરમાઈકોસિસને પહોંચી વળવા તંત્રનું શું છે આયોજન