રાજકોટ: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં આ યુદ્ધની અસર (Effects of the war between Russia and Ukraine ) વિશ્વભરની બજાર ઉપર જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં આવેલ ઇમિટેશન માર્કેટ (Rajkot Imitation Market Recession)પર પણ તેની અસર જોવા મળી રહી છે. હાલ ઈમીટેશનની વસ્તુઓ બનાવવા માટેના કાચા માલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો.
કાચી ધાતુના ભાવમાં સતત વધારો - વેપારી રસિકભાઈએ જણાવ્યું હતું કે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે ઇમિટેશનની વસ્તુઓ જે કાચી ધાતુથી બનાવવામાં આવે છે તે કોપર, નિકલ, તાંબું સહિતની ચીજવસ્તુઓના ભાવ સતત વધી (Effects of the war between Russia and Ukraine )રહ્યાં છે. આ કાચી ધાતુના ભાવ વધવાના કારણે તેની સીધી અસર ઇમિટેશન માર્કેટ (Rajkot Imitation Market Recession)પર જોવા મળી રહી છે. ઇમિટેશનના દાગીના બનાવવા માટે ઉપયોગી મોટાભાગની વસ્તુઓ વિદેશમાંથી આવે છે. ત્યારે આ યુદ્ધના કારણે કાચી ધાતુના ભાવમાં સતત વધારો થયો છે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રની સૌથી મોટી ઇમિટેશન માર્કેટમાં મંદી, 50 ટકા યુનિટ 2 મહિનાથી બંધ રહેતા 3 લાખ કારીગરો બેકાર
5 દિવસમાં 3 હજાર યુનિટ બંધ થયા - હાલ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે જે ભાવ વધારો (Effects of the war between Russia and Ukraine ) છેલ્લા 5 દિવસમાં થયો છે. આ ભાવ વધારાના કારણે ઇમિટેશન બજાર પર તેની સીધી અસર જોવા મળી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઇમિટેશન દાગીના બનાવવા માટેના અંદાજીત 16 હજાર યુનિટ છે. જ્યારે તેમાંથી છેલ્લા 5 દિવસમાં અંદાજીત 3 હજાર યુનિટ (Rajkot Imitation Jewelery Production Unit)બંધ થયા છે. જ્યારે આગામી દિવસોમાં વધુ યુનિટ બંધ (Rajkot Imitation Market Recession) થવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે કોરોના બાદ હાલમાં ઇમિટેશન બજારમાં તેજી શરૂ થઈ હતી પરંતુ યુદ્ધના કારણવા ફરી મંદીનો માહોલ (Rajkot Imitation Jewelery Production Unit is closing)સર્જાયો છે.
આ પણ વાંચોઃ કોરોના અસરઃ નવરાત્રી બંધ રહેતા ઈમિટેશન જ્વેલરીનો ધંધો ઠપ્પ