- ખાદ્યતેલના ભાવમાં રૂપિયા 100થી 250 સુધીનો ઘટાડો
- ખાદ્યતેલની કૃત્રિમ અછત દૂર થતા થયો ભાવ ઘટાડો
- આ પહેલા ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થયો હતો
રાજકોટ : દેશમાં એક તરફ લોકો કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ( Edible oil price Hike ) થઇ રહ્યો છે. તેવામાં હવે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો આવતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના થોડી રાહત અનુભવાઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો હતો. જેમાં સિંગ તેલ કપાસિયા તેલ સહિતના ખાદ્ય તેલમાં સતત વધારો થયો હતો પરંતુ હાલ તેલના ભાવથી રૂપિયા 100થી 250 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જેને લઇને મધ્યમ વર્ગના પરિવાર માટે એક રાહતના સમાચાર કહી શકાય છે. દક્ષિણતમ રાજ્યોમાં પણ મગફળીનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થયું છે. જેને કારણે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો ( Edible oil price fall ) થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દક્ષિણતમ રાજ્યોની મગફળીની પડતર કિંમત ઓછી થતા ઘટાડો
વેપારીઓ એવું અનુમાન લગાવી રહ્યા છે કે, સૌરાષ્ટ્રમાં સાઉથની મગફળીની પડતર કિંમત ઓછી થતા બજારમાં ઉભી થયેલી ખાદ્યતેલની કૃત્રિમ અછત દૂર થઈ છે. જેને લઈને તેલના એક ડબ્બે રૂપિયા 160 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં કપાસિયા તેલના ડબ્બે રૂપિયા 95નો ઘટાડો થયો છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રની મગફળી ખરીદવા માટે દક્ષિણતમ રાજ્યોના વેપારીઓ આવતા હોય છે. તેના બદલે આ વખતે પહેલીવાર સાઉથના વેપારીઓ-ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે સૌરાષ્ટ્ર આવ્યા હતા. જેની અસર તેલ બજાર પર સીધી જ જોવા મળી છે.
સિંગતેલનો ડબ્બો રૂપિયા 2300ની સપાટીએ પહોંચ્યો
હાલ તેલ બજારમાં સિંગ તેલના ડબ્બાનો ભાવ ઘટીને રૂપિયા 2300ની સપાટીએ પહોંચ્યો છે. એક મહિનામાં ડબ્બે અંદાજીત રૂપિયા 100નો ઘટાડો થયો છે. તો બીજી તરફ, કપાસિયા તેલનો ડબ્બો 2,275 રૂપિયાએ પહોંચ્યો છે. એક મહિનામાં કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 95નો ઘટાડો થયો છે. જ્યારે પામોલિન તેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. એક ડબ્બાનો ભાવ રૂપિયા 1,825 થયો છે. પામોલિન તેલમાં ડબ્બે રૂપિયા 225નો ઘટાડો થયો છે. આ સાથે જ સનફ્લાવર તેલમાં પણ ધરખમ ઘટાડો આવ્યો છે. સનફ્લાવર તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2,200 થયો છે. સનફ્લાવર તેલમાં ભાવ ( Edible oil price )માં ડબ્બાદીઠ રૂપિયા 340નો ઘટાડો થયો છે.
બ્રાન્ડેડ કપાસિયા કરતા સિંગ તેલના ભાવ નીચા : વેપારી
છેલ્લા એક મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો ( Edible oil price fall ) જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજકોટમાં વર્ષોથી ખાદ્યતેલના વેપાર સાથે સંકળાયેલા ભાવેશ પોપટે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે મહારાષ્ટ્ર તેમજ દક્ષિણતમ રાજ્યોમાં પણ મગફળીનું સારૂ એવું ઉત્પાદન થયું છે અને દર વર્ષે આપણે દક્ષિણતમ રાજ્યો અને મહારાષ્ટ્રમાંથી તેલ મંગાવું પડતું હોય છે, પરંતુ આ વખતે ઉલટી ગંગા થઈ છે. મહારાષ્ટ્ર અને સાઉથમાંથી સિંગ તેલ હાલ સૌરાષ્ટ્રમાં આવી રહ્યું છે. જેને લઇને સિંગ તેલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સિંગ તેલના ડબ્બાનો ભાવ હાલ રૂપિયા 2300થી 2400ની સપાટી વચ્ચે જોવા મળી રહ્યો છે. ત્યારે સિંગ તેલના ભાવ ઘટતા અન્ય ખાદ્યતેલના ભાવમાં ઘટાડો ( Edible oil price fall ) જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો -
- Edible oil price - ખાદ્યતેલમાં સતત ભાવ વધારો, સામાન્ય પ્રજા માટે જટિલ પ્રશ્ન
- તહેવાર નજીક આવતા ખાદ્યતેલમાં જોવા મળ્યો વધારો
- 7 જૂનઃ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે : બળેલાં ખાદ્યતેલમાંથી બાયોડીઝલ બનાવવા 5,11,341 કિલો તેલનો જથ્થો જમા કરાવી ગુજરાત અગ્રેસર બન્યું
- ખાદ્ય તેલના ભાવમાં થયો ભડકો
- ખાદ્ય તેલના ભાવ વધારા મુદ્દે ગૃહમાં હોબાળો, નિકાસ વધુ એટલે ભાવ વધારાનો સરકારનો જવાબ
- જામનગર: ખાદ્યતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 100નો ઘટાડો