રાજકોટઃ રાજકોટમાં બુધવારે એક જ દિવસમા 3 ભૂકંપના આંચકા નોંધાયા છે. જેમાં ભૂકંપનો પહેલો સવારે 11 કલાક અને 31 મિનિટ નોંધાયો હતો, જેની તીવ્રતા 1.5ની હતી. બીજો આંચકો 1 કલાક અને 36 મિનિટે અનુભવાયો હતો, જેની તીવ્રતા 1.6ની નોંધાઇ છે. જ્યારે ત્રીજો આંચકો 7 કલાક અને 8 મિનિટે આવ્યો હતો અને તેની તીવ્રતા 1.4ની જોવા મળી છે.
રાજકોટમાં નોંધાયેલા ભૂકંપની વિગત
- સમય - તીવ્રતા
- 11:31 - 1.5 (સવાર)
- 01:36 - 1.6 (બપોર)
- 07:08 - 1.4 (સાંજ)
બુધવારે નોંધાયેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 27 કિલોમીટર દૂર હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. રાજકોટમાં એક જ દિવસમાં ભૂકંપના ત્રણ ત્રણ આંચકા અનુભવતા શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદી ધરા ફરી ધણધણી: 4 કલાકમાં 3.3ની તીવ્રતા સુધીના 8 આંચકા
8 સપ્ટેમ્બર, 2020- ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ વિસ્તારમાં મંગળવાર સવારના 9:42 કલાકથી 13:11 કલાક સુધીના સમયગાળા દરમિયાન 8 ભૂકંપના આંચકાથી ધરા ધણધણી હતી. આંચકા 3.3ની તીવ્રતા સુધીના હતા. જેની અસર પાલઘર જિલ્લા સહિત વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ અનુભવાઈ હતી.
વલસાડમાં 8 સપ્ટેબરમાં નોંધાયેલા ભૂકંપની વિગત
- સમય - તીવ્રતા
- 09:42 - 2.2
- 09:50 - 3.3
- 09:52 - 2.8
- 09.59 - 3.1
- 10:07 - 2.5
- 10:16 - 3.2
- 12:54 - 1.9
- 01:11 - 1.6