રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવતા દોડધામ મચી (Earthquake in Rajkot Rural) છે. સવારે 10.40 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ ગોંડલથી 15 કિલોમીટર દૂર જોવા (epicenter of an earthquake) મળ્યું હતું. જિલ્લાના ગોંડલ અને જેતપુર ગ્રામ્ય વિસ્તારની અંદર ભૂંકપના આ આંચકા અનુભવાયા હતા.
આ પણ વાંચો 2001 ભૂકંપમાં પોતાની પત્ની ગૂમાવનાર સ્મૃતિવન વિશે આવું બોલી ગયા
ગોંડલથી દૂર જોવા મળ્યું કેન્દ્ર બિન્દુ ગાંધીનગરના સિસ્મોગ્રાફી સેન્ટરના (seismography center gandhinagar gujarat) અહેવાલ મુજબ, આજે સવારે 10.40 વાગ્યે ગોંડલથી 14 કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે, લાંબા સમય પછી સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ચિંતા (Earthquake in Rajkot Rural) જોવા મળી રહી છે.
આ પણ વાંચો દેશમાં અહિં આવી શકે છે વિનાશકારી ભૂકંપ, કરવામાં આવી મોટી આગાહી
ભયનો માહોલ આ ભૂકંપનો આંચકો ગોંડલ તેમ જ જેતપુરના ગ્રામ્ય વિસ્તારોની અંદર અનુભવાયો હતો. તેના કારણે આસપાસના પંથકના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જોકે, આ કોઈ પ્રકારની જાનહાનિ કે નુકસાન નથી થયું. આ ભૂકંપના આંચકાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો, બાળકો, ખેડૂતો સહિતના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.