ETV Bharat / city

ઐતિહાસિક ઘટના: રાજકોટના ડો. દીપક મશરૂએ આધુનિક ટેકનોલોજીથી અંગ્રેજી ભણાવવાની પદ્ધતિની પેટન્ટ રજીસ્ટર કરાવી - ટેકનોલોજી અનેબલ્ડ ઇંગ્લિશ ટીચિંગ મેથડ

અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક (Professor of English) દ્વારા પેટન્ટની નોંધણી થઇ હોય એવી સૌપ્રથમ ગૌરવપ્રદ અને ઐતિહાસિક ઘટના બની છે. રાજકોટ (Rajkot)નાં અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક ડો. દીપક મશરૂ (Deepak Mashru)એ તાજેતરમાં 'ટેકનોલોજી અનેબલ્ડ ઇંગ્લિશ ટીચિંગ મેથડ' પર પેટન્ટ નોંધાવી છે

રાજકોટના ડો. દીપક મશરૂએ આધુનિક ટેકનોલોજીથી અંગ્રેજી ભણાવવાની પદ્ધતિની પેટન્ટ રજીસ્ટર કરાવી

author img

By

Published : Nov 10, 2021, 5:08 PM IST

  • ડો. દીપક મશરૂએ અંગ્રેજી ભણાવવા માટેની પેટન્ટ નોંધાવી
  • અંગ્રેજીના પ્રાધ્યાપક દ્વારા પેટન્ટની નોંધણી કરાવવાની પ્રથમ ઘટના
  • આ પગલું શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે

રાજકોટ: અંગ્રેજી ભાષાના વરિષ્ઠ અધ્યાપક તેમજ શૈક્ષણિક ટેકનોલોજી (Educational Technology)માં જેમનું આગવું યોગદાન છે એવા ડો. દીપક મશરૂએ તાજેતરમાં 'ટેકનોલોજી અનેબલ્ડ ઇંગ્લિશ ટીચિંગ મેથડ' (Technology and Enabled English Teaching Method) પર પેટન્ટ નોંધાવી છે. સામાન્ય રીતે વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને ફાર્મસીને લગતા ફોર્મ્યુલા માટે પેટન્ટ નોંધવામાં આવતી હોય છે, ત્યારે અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક દ્વારા પેટન્ટની નોંધણી થઇ હોય એવી સૌપ્રથમ ગૌરવપ્રદ અને ઐતિહાસિક ઘટના શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવનારી હોવાનું તજજ્ઞો માની રહ્યા છે.

અથાગ મહેનતના ફળ સ્વરૂપે આ પેટન્ટ

દીપક મશરૂ છેલ્લા 2 દાયકાથી પણ વધારે સમયથી શિક્ષણ સાથે જોડાયેલા છે અને અંગ્રેજી વિષયના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ માટે ઘણા જ પ્રખ્યાત છે

ઘણા વર્ષોની અથાગ મહેનતના ફળ સ્વરૂપે આ પેટન્ટ રજીસ્ટર કરાવનારા ડો. મશરૂએ વધુમાં જણાવ્યું હતું કે, આ પેટન્ટ દ્વારા ગુજરાતી લોકો ટેકનોલોજીના ઉપયોગથી સચોટ રીતે અંગ્રેજી શીખી શકે છે તથા આવનારા સમયમાં ટેકનોલોજી સાથે કદમ મિલાવી શકાય છે. ડો. દીપક મશરૂ છેલ્લા 2 દાયકાથી પણ વધારે સમયથી શિક્ષણ સાથે જોડાયેલા છે અને અંગ્રેજી વિષયના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ માટે ઘણા જ પ્રખ્યાત છે. સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવા માટે કરેલા પ્રયોગોને ધ્યાને લઇ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ ડો. મશરૂને 'પેડાગોજીકલ ઇનોવેશન એવોર્ડ'થી સન્માનિત કર્યા હતા.

ફ્રી ઓનલાઈન સ્પોકન ઈંગ્લિશ કોર્ષ તથા મોબાઈલ એપ્લિકેશન

આ ઉપરાંત, ગુજરાતી લોકો માટે ફ્રી ઓનલાઈન સ્પોકન ઈંગ્લિશ કોર્ષ તથા મોબાઈલ એપ્લિકેશનનાં તેમના યોગદાનની ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પત્ર દ્વારા નોંધ લઇ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હાલમાં, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અને ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા SCOPE અંતર્ગત અભ્યાસક્રમ બનાવવા માટેની પ્રોગ્રામ એડવાઇઝરી કમિટીમાં એમની નિમણૂક કરવામાં આવી છે.

હાલ ખાનગી યુનિવર્સિટીમાં પ્રોફેસર

નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં જોઇએ તો આ ટેકનોલોજીના ઉપયોગ વડે આપણા યુવાનો વિશ્વ સાથે તાલ મિલાવી શકે તથા અંગ્રેજી ભાષા શીખવાનો હાઉ દૂર થઈ શકે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી શિક્ષણકાર્ય સરળ અને ચોકસાઈ ભર્યું બની શકે એ નિર્વિવાદ બાબત છે. વિદ્યાર્થીઓને કંઇક અલગ તથા નવું આપવા હંમેશા પ્રયત્નશીલ એવા ડો. મશરૂ શહેરની મારવાડી યુનિવર્સિટીમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.

આ પણ વાંચો: War Against Drugs : સુરત SOGએ 58.530 ગ્રામ MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 350 કરોડથી વધુની કિંમત હોવાની માહિતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.