ETV Bharat / city

રાજકોટમાં કોરોનાના કેસ વધતા જિલ્લા કલેક્ટરે બેઠક યોજી

author img

By

Published : Mar 21, 2021, 9:34 PM IST

રાજકોટ શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને આજે રવિવારે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજકોટના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ મહાનગર પાલિકાના પદાધિકારીઓ સાથે ધારાસભ્યો અને સાંસદ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા રાજકોટમાં કોરોના કેસની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક ખાસ રણનીતિ બનાવવામાં આવી હતી. જેની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

રાજકોટમાં કોરોનાના કેસ વધતા જિલ્લા કલેક્ટરે બેઠક યોજી
રાજકોટમાં કોરોનાના કેસ વધતા જિલ્લા કલેક્ટરે બેઠક યોજી
  • રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો
  • જિલ્લા કલેક્ટરે બેઠક યોજી
  • કોરોના કેસની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ રણનીતિ બનાવવામાં આવી

રાજકોટઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે આજે રવિવારે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો સહિત રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે જેમ બને એમ વિસ્તારમાં વધુમાં વધુ લોકો કોરોનાની વેક્સિન લે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા કલેકટર દ્વારા પણ તમામ પદાધિકારીઓને અપીલ કરવામાં આવી હતી કે, પોતપોતાના વિસ્તારમાં શક્ય હોય એટલા લોકોને કોરોના વાઈરસની રસી આપવામાં આવે. જેને લઇને કોરોના સંક્રમણ રોકી શકાય.

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન

આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના કહેર: એક સાથે 25 પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું

રાજકોટમાં અમદાવાદ, વડોદરા અને સુરત કરતા કેસ ઓછા

રાજકોટમાં ચૂંટણી બાદ કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે, જોકે, અમદાવાદ, વડોદરા અને સુરત કરતા રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ ઓછા નોંધાઈ રહ્યા છે. રાજકોટમાં કોરોના સંક્રમણ રોકવા માટે રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂં પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થાય તે માટે કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. વિવિધ જાહેર સ્થળો પર હાલ કોરોનાના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.